PM મોદી આજે વારાણસીની મુલાકાતે, માહોબામાં લૉંચ કરશે કરશે સિંચાઈ યોજના
abpasmita.in | 24 Oct 2016 08:35 AM (IST)
વારાણસી: પ્રધાનમંત્રી નરેંદ્ર મોદી આજે એક દિવસના ઉત્તરપ્રદેશનો પ્રવાસ કરશે. આ પ્રવાસ દરમિયાન તેઓ ઉત્તરપ્રદેશના મહોબા અને વારાણસીમાં રોકાશે અને પ્રધાનમંત્રી નરેંદ્ર મોદી બુંદેલખંડમાં એક પરિવર્તન રેલીને સંબોધશે. લોકસભા ચુંટણીમાં મહોબામાં પ્રચાર વખતે તેમણે ખેડુતો માટે સિંચાઈ મુશ્કેલીમાંથી તેમને નિકાળશે તેવું વચન આપ્યું હતું. અને આ વચનને પૂરૂ કરાવતાં સિંચાઈ યોજનાની શરૂઆત મહોબાથી કરશે. સાથે જ પ્રધાનમંત્રી નરેંદ્ર મોદી તેમના સંસદીય ક્ષેત્ર વારાણસીમાં પણ મુલાકાત લેશે અને તે ત્યાં 1,500 કિલોમિટર લાંબી ગેસ પાઈપલાઈનની સાથે અન્ય મહત્વપૂર્ણ પરિયોજનાઓનો પ્રારંભ કરશે. પ્રધાનમંત્રી નરેંદ્ર મોદી આ પહેલાં મે મહિનામાં બનારસના પ્રવાસે આવ્યા હતા.