નવી દિલ્હીઃ ચીનની સાથે વધી રહેલા સીમા પરના વિવાદને લઇને હવે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ લદ્દાખની સ્થિતિ પર વિસ્તૃત રિપોર્ટ લીધો છે. સુત્રો અનુસાર, વડાપ્રધાન મોદી ત્રણેય સેનાને પાસેથી હાલની સ્થિતિ પર વિકલ્પ સૂચવવા માટે કહ્યું છે.
ત્રણેય સેનાએ તરફથી લદ્દાખમાં ચીનની સાથે બનેલી સ્થિતિ પર વડાપ્રધાન નરેન્દ્ર મોદીને વિસ્તૃત રિપોર્ટ આપ્યો છે. આ બેઠકમાં રાષ્ટ્રીય સુરક્ષા સલાહકાર અજિત ડોભાલ અને સીડીએસ સામેલ હતા.
ત્રણેય સેનાઓએ હાલની સ્થિતિને ધ્યાનમાં રાખીને આસપાસ રહેલા ડિફેન્સ એસેટ્સ અને તણાવ વધવાની પરિસ્થિતિમાં રણનીતિક અને સામરિક વિકલ્પોને લઇને સૂચનો આપ્યા હતા. ત્રણેય સેનાઓએ હાલની સ્થિતિ પર પોતાની તૈયારીઓને લઇને બ્લૂપ્રિન્ટ પણ વડાપ્રધાન મોદીને સોંપી હતી. પીએમ મોદીએ રાષ્ટ્રીય સુરક્ષા સલાહકાર અજિત ડોભાલ અને સીડીએસ જનરલ બિપીન રાવત પાસે સ્થિતિની જાણકારી લીધી હતી.
જનરલ બિપિન રાવતે ત્રણેય સેનાઓ તરફથી હાલની સ્થિતિ અને તેને નિપટવા માટેના ઇનપુટ આપ્યા, સાથે સેનાઓની તૈયારીઓનુ ફોર્મેટ પણ રજૂ કર્યુ હતુ.
નોંધનીય છે કે, પૂર્વીય લદ્દાખમાં બોર્ડર નજીકના વિસ્તારમાં ચીન અને પાકિસ્તાનનુ શાહીન નામનુ યુદ્ધાભ્યાસ ચાલી રહ્યું હતુ, આ પછી ચીન દૌલત બેગ ઓલ્ડી, ગલવાન નાલા અને પેંગ્યોંગ લેક પર પોતાના 5000થી વધુ સૈનિકો ટેન્ટની સાથે તૈનાત કરી દીધા છે.
ભારતે પણ ચીનના સૈનિકોની સામે તેના જેટલા ટેન્ટ લગાવીને પોતાના સૈનિકા તૈનાત કરી દીધા છે, આ પહેલા 6 અને 7 મેએ ચીન અને ભારતના સૈનિકોની સીમા પેટ્રૉલિંગ દરમિયાન પેંગ્યોંગ લેક વિસ્તારમાં ઝપાઝપી થઇ હતી, આ પછી પૂર્વીય લદ્દાખની સીમા પર ભારત અને ચીન વચ્ચે સતત તણાવ વધી રહ્યો છે.
ચીન સાથેના વિવાદને લઇને પીએમ મોદીએ NSA અને CDS સાથે મીટિંગ કરી, ત્રણેય સેનાઓએ તૈયારીઓની બ્લૂપ્રિન્ટ આપી
એબીપી અસ્મિતા વેબ ટીમ
Updated at:
27 May 2020 10:30 AM (IST)
ત્રણેય સેનાએ તરફથી લદ્દાખમાં ચીનની સાથે બનેલી સ્થિતિ પર વડાપ્રધાન નરેન્દ્ર મોદીને વિસ્તૃત રિપોર્ટ આપ્યો છે. આ બેઠકમાં રાષ્ટ્રીય સુરક્ષા સલાહકાર અજિત ડોભાલ અને સીડીએસ સામેલ હતા
- - - - - - - - - Advertisement - - - - - - - - -