લખનઉ: પ્રધાનમંત્રી નરેંદ્ર મોદી આજથી બેદિવસ માટે લખનઉના પ્રવાસ પર છે. શહેરી વિકાસ યોજનાની પહેલની ત્રીજી વર્ષગાંઠ પર આયોજીત એક કાર્યક્રમમાં ભાગ લેશે. શહેરી વિકાસમાં પ્રધાનમંત્રી આવાસ યોજના, અમૃત અને સ્માર્ટ સિટી યોજનાઓ સામેલ છે. 2019ની લોકસભા ચૂંટણી પહેલા પીએમ નરેન્દ્ર મોદીની ઉત્તર પ્રદેશની મુલાકાતમાં વધારો થઇ રહ્યો છે. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી શનિવાર અને રવિવારે લખનઉની મુલાકાત દરમિયાન ગ્રામ વિકાસ વિભાગના અનેક કાર્યક્રમો તેમજ રાજ્ય સરકારની મહત્વકાંક્ષી ગ્રાઉન્ડ બ્રેકિંગ સેરેમનીમાં ઉપસ્થિત રહેશે.


સરકાર તરફથી પીએમના આધિકારીક કાર્યક્રમ મુજબ પીએમ મોદી શનિવારે સાંજે લખનઉ પહોંચશે અને ટ્રાન્સફોર્મિંગ અરબન લેન્ડસ્કેપનામના કાર્યક્રમમાં ઉપસ્થિત રહેશે. આ કાર્યક્રમ નગર વિકાસ સાથે જોડાયેલ સરકારની ત્રણ મહત્વપૂર્ણ યોજનાઓ પ્રધાનમંત્રી આવાસ યોજના, અટલ મિશન ફોર રીજુવેનેશન ઓફ અરબન ટ્રાન્સફોર્મેશન અને સ્માર્ટ સીટી મિશનની ત્રીજી વર્ષગાઠ પર આયોજિત કરવામાં આવ્યો છે. પીએમ મોદી લખનઉમાં આવેલ ઇન્દિરા ગાંધી પ્રતિષ્ઠાનમાં નગર વિકાસ વિભાગની ધ્વજવાહી યોજનાઓ પર આધારિત એક પ્રદર્શનીની મુલાકાત લેશે.

આ સિવાય પીએમ મોદી રાજ્ય-કેન્દ્ર શાસિત પ્રદેશમાં પ્રદેશ આવાસ યોજના સાથે જોડાયેલ 35 લાભાર્થીઓ સાથે વીડીયો કોન્ફરન્સથી સીધો સંવાદ કરશે. નરેન્દ્ર મોદીના હસ્તે લખનઉમાં 60 હજાર કરોડના વિકાસ કાર્યોનું લોકાર્પણ કરવામાં આવશે.