નવી દિલ્લી: સંસદના ચોમાસું સત્રની શરૂઆત ગઈકાલથી થઈ ગઈ છે. ત્યારે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ જીએસટી બિલ રાજ્યોનાં હિતમાં હોવાનું કહી તેને પસાર કરવા માટેની સર્વ સંમતિ માટે કામ કરવાનું વચન આપ્યું છે. તેમજ એનડીએનાં નેતાઓ સાથેની યોજાયેલી એક બેઠકમાં વડાપ્રધાન મોદીએ કહ્યું કે સરકાર બધા પક્ષ સાથે વાત કરશે અને સર્વસંમતિથી જીએસટી બિલ પાસ કરશે.

 

માહિતી પ્રધાન મંત્રી એમ વેંકૈયા નાયડુએ કહ્યું હતું કે મોદીએ એનડીએ નેતાઓની સામે જીએસટી બિલનું મહત્વ અને તેને પસાર કરવાની જરૂરિયાત પર જોર આપ્યું છે. તેઓએ કહ્યું કે જીએસટી બિલ માટે બધા પક્ષો સાથે છે.

 

મળેલી માહિતી અનુસાર સરકાર જીએસટી બિલ પર સર્વસંમતિ મેળવવા માટે વિપક્ષોની સાથે વધુ બેઠકો કરશે.