નવી દિલ્હી: ચીન સાથે ચાલી રહેલા સરહદ વિવાદના કારણે કેન્દ્રની મોદી સરકારે 59 ચાઈનીઝ મોબાઈલ એપ્સ પર પ્રતિબંધ લગાવી દીધો છે. જેમાં Tiktok અને Weibo જેવી એપ્સ પણ સામેલ છે જે ખૂબજ લોકપ્રિય છે. હવે સૂત્રો અનુસાર વડાપ્રધાન મોદીએ પોતાનું એકાઉન્ટ Weibo પરથી હટાવી લીધું છે. પીએમ મોદીએ થોડા વર્ષ પહેલાજ Weibo જોઈન કર્યું હતું.


સૂત્રોના હવાલાથી કહેવામાં આવ્યું છે કે, વીઆઈપી એકાઉન્ટ્સ માટે Weiboને છોડવું જટિલ પ્રક્રિયા છે. એ જ કારણ છે કે, સત્તાવાર પ્રક્રિયા શરૂ થયા બાદ પણ અનુમતિ આપવામાં ખૂબજ  વિલંબ થાય છે. ઉલ્લેખનીય છે કે, Weibo પર પીએમ મોદીની 115 પોસ્ટ હતી. આ મેન્યુઅલી રીતે તેને હટાવવાના નિર્ણય બાદ અને ઘણા પ્રયાસ બાદ 113 પોસ્ટને હટાવી દેવામાં આવી છે.

હાલમાં જ ચીન સાથે સરહદ પર ચાલી રહેલા વિવાદના કારણે સરકારે મોટો નિર્ણય લીધો છે. ભારતમાં 59 ચીની એપ્સ પર પ્રતિબંધ લગાવી દેવામાં આવ્યો છે. સરકારે આ ચીની એપ્સ પર આઈટી એક્ટ 2000 હેઠળ પ્રતિબંધ લગાવ્યો છે.