તૃણમુલ કોંગ્રેસની સાંસદ નુસરત જહાં આજે કોલકાતામાં ઈસ્કોન દ્વારા આયોજિત ઉલ્ટા રથ યાત્રા સમારોહમાં સામેલ થઈ હતી. જે બાદ મીડિયા સાથે વાત કરતાં તેણે કહ્યું ટિકટોક એક મનોરંજન એપ છે. આ એક આવેગજનક નિર્ણય છે. વ્યૂહરચના શું છે ? લોકો બેરોજગાર બનશે તેનું શું ?
તેણે એમ પણ કહ્યું, લોકોને નોટબંધીની જેમ મુશ્કેલી પડશે. રાષ્ટ્રીય સુરક્ષાની વાત હોવાથી મને કોઈ વાંધો નથી પરંતુ આ બધા પ્રશ્નોનો જવાબ કોણ આપશે.
એક્સપર્ટના કહેવા પ્રમાણે તમારા મોબાઈલમાં ભલે પ્રતિબંધિત એપ હોય પરંતુ તમે તેને અપડેટ નહીં કરી શકો. ઉપરાંત ભારતમાં તેને કોઈ પ્રકારનો ડેવલપર સપોર્ટ પણ નહીં મળી શકે.