આ મામલે પીએમ મોદીની પ્રતિક્રિયા બાદ હવે પ્રદેશ ભાજપ આકાશ વિજયવર્ગીયને કારણદર્શક નોટિસ જાહરે કરશે. સૂત્રો અનુસાર આકાશ વિજયવર્ગીયએ આ નોટિસનો જવાબ 15 દિવસની અંદર આપવો પડશે. આ ખબર બાદ આકાશના ઘરની બહાર સન્નાટો છવાઈ ગયો છે. જ્યારે આજનો કાર્યક્રમ પણ સ્થગિત કરી દીધો હતો. ઉલ્લેખનીય છે કે, આકાશ ભારતીય જનતા પાર્ટીના રાષ્ટ્રીય મહાસચિવ કૈલાશ વિજયવર્ગીયનો દીકરો છે.
મારપીટના આ મામલે પીએમ મોદીએ નામ લીધા વગર આજે ભાજપ સંસદીય દળની બેઠકમાં આકાશ વિજયવર્ગીયની હરકત પર નારાજગી દર્શાવી હતી. અને કડક વલણ દર્શાવતા કહ્યું હતું કે પુત્ર ભલે કોઈ સાંસદનો હોય કે કોઈ મંત્રીનો. આ પ્રકારની હરકત સહન નહીં કરવામાં આવે. પાર્ટી અંદર અહંકાર, દુરવ્યવહાર અને ઘમંડને કોઈ સ્થાન નથી. જે લોકોએ સ્વાગત કર્યું છે, તેમને પાર્ટીમાં રહેવાનો હક નથી. તમામને પાર્ટીથી કાઢી નાખવા જોઇએ.
મધ્યપ્રદેશઃ બીજેપી મહાસચિવ કૈલાશ વિજયવર્ગીયના MLA પુત્રની ગુંડાગીરી, સરકારી અધિકારીને જાહેરમાં બેટથી ફટકાર્યો, જુઓ વીડિયો