પ્રયાગરાજઃ માલેગાંવ બ્લાસ્ટ કરાવવાના આરોપમાં આશરે નવ વર્ષ સુધી જેલમાં બંધ રહ્યા બાદ મુક્ત થયેલા વીએચપીના પૂર્વ નેતા સાધ્વી પ્રજ્ઞા ઠાકુર હવે સ્વામી ચેતનાનંદગિરિના નામથી ઓળખાશે. પ્રજ્ઞા ઠાકુરે પ્રયાગરાજના કુંભ મેળામાં ભારત ભક્તિના નામથી નવા અખાડાની સ્થાપના કરી છે અને તે આ અખાડાની આચાર્ય મહામંડલેશ્વર બની ગયા છે. તેમણે આજે કુંભ મેળામાં પૂનમના અવસર પર અખિલ ભારતીય કાશી વિદ્યત પરિષદના સભ્યોની હાજરીમાં આ જાહેરાત કરી હતી. હાજર રહેલા તમામ સંતો તથા વિદ્ધાનોએ તેને મંજૂરી આપી હતી.


વાંચોઃ પુલવામા હુમલો: ટીમ ઇન્ડિયાના આ બોલરે કહ્યું- દેશ માટે બોલ છોડીને ગ્રેનેડ ઉઠાવવા છું તૈયાર

પ્રજ્ઞા ઠાકુરનો દાવો છે કે તે અખાડાના લોકોમાં રાષ્ટ્રપતિની ભાવના પેદા કરશે ઉપરાંત અયોધ્યામાં રામ મંદિર નિર્માણ માટે જાગ્રુતિ અભિયાન પણ ચલાવશે. મહાકાળીને અખાડાની આરાધ્ય દેવી જાહેર કરનારા પ્રજ્ઞા ઠાકુરનો દાવો છે કે તેઓ અખાડા સનાતન ધર્મનો પ્રચાર પ્રસાર શાસ્ત્રો સાથે કરશે. જો જરૂર પડશે તો હથિયારોનો ઉપયોગ કરવામાં પણ પાછળ નહીં પડે.

વાંચોઃ IPL 2019નું શેડ્યૂલ થયું જાહેર, જાણો કોની વચ્ચે ક્યારે રમાશે પ્રથમ મેચ

તેમના કહેવા મુજબ દેશદ્રોહિઓ સામે તેમનો અખાડો બંધારણની મર્યાદામાં રહીને ખુદ કાર્યવાહી કરશે. સનાતન ધર્મ પર સતત વધી રહેલા હુમલાને જોઈ અખાડો બનાવવાનો ફેંસલો લીધો. અન્યાય તથા અત્યાચાર સામે તેમનો અખાડો ન માત્ર અવાજ ઉઠાવશે પરંતુ કાનૂની અધિકાર પણ અપાવશે. આ ઉપરાંત જરૂર પડશે તો શસ્ત્રનો ઉપયોગ કરવામાં પણ પીછેહઠ નહીં કરે.