નવી દિલ્હી: વડાપ્રધાન નરેંદ્ર મોદી તરફથી ડૉ. સવેંદ્ર વિક્રમ બહાદૂર સિંહને સેંટ્રલ બોર્ડ સેકેંડ્રી એજ્યુકેશન (CBSE)ના ચેયરમેન બનાવવા માટે મંજૂરી મળી નથી. વિક્રમના નામ પહેલા પૂર્વ માનવ સંસાધન વિકાસ મંત્રી સ્મૃતિ ઈરાનીને સિલેક્ટ કર્યા હતા. આ નિર્ણય નિયુક્તિ કરનાર સમીતિએ (AAC) લીધો છે. આ કમેટીના તમામ મોટા નિર્ણય વડાપ્રધાન મોદી જ લે છે.
મંગળવારે (12 જુલાઈ) Department of Personnel & Training (DoPT) તરફથી માનવ સંસાધન વિકાસ મંત્રાલય (HRD)ને એક નોટિસ મળી હતી. તેમાં આ નિર્ણયનો ઉલ્લેખ કર્યો હતો. પત્રમાં લખ્યું હતું કે, ‘ACCની તરફથી કહેવામાં આવ્યું છે કે આ પોસ્ટને Central Staffing Scheme (CSS) મારફતે ભરવામાં આવશે.’
આ પહેલો કેસ નથી, કે જ્યારે સ્મૃતિના સિલેક્શન પર સવાલ ઉઠ્યા હોય. તેના પહેલા ઓગસ્ટ 2015માં તે સતબીર બેદીને CBSE ચેયરમેન બનાવવા માંગતી હતી, પરંતુ તેના નામ ઉપર પણ પાક્કી મુહર લાગી શકી નહોતી. કમેટી પેનલે જાણ્યું હતું કે, સતબીરની પાસે ત્રણ વર્ષનો અનુભવ નથી. CBSEમાં ડિસેમ્બર 2014થી કોઈ ચેયરમેન નથી. આ પદ માટે જોઈન્ટ સેક્રેટરી રેંકના કોઈ અધિકારી જોઈએ. તેની પાસે શૈક્ષિક પ્રશાસનનો ત્રણ વર્ષનો અનુભવ પણ હોવો જોઈએ.