નવી દિલ્લી: ચાર આફ્રિકન દેશોના પ્રવાસ બાદ પ્રધાનમંત્રી નરેંદ્ર મોદી આજે ભારત પાછા ફર્યા છે. જમ્મુ-કશ્મીરમાં હિંસા મુદ્દે પ્રધાનમંત્રીએ આજે ઉચ્ચસ્તરીય બેઠક બોલાવી છે. જેમાં વરિષ્ઠ અધિકારીઓ સાથે બેઠક યોજી સ્થિતિ પર સમીક્ષા કરશે.
ઉલ્લેખનીય છે કે સોમવારે ગૃહમંત્રી રાજનાથસિંહે પણ વરીષ્ઠ અધિકારીઓ સાથે બેઠક યોજી હતી. બેઠકમાં સ્થિતિ પર સમીક્ષા કરી હતી. હિજબુલ આતંકી બુરહાન વાનીની એંકાઉંટરમાં હત્યા બાદ કશ્મીરમાં થયેલી હિંસામાં અત્યાર સુધી 25 લોકોના મોત થયા છે. અલગાવાદીઓએ ઘાટીમાં બુધવાર સુધી બંધનું એલાન કર્યું છે..અલગાવવાદીઓનો દાવો છે કે હિંસામાં અત્યાર સુધી 30 લોકોના મોત થયા છે. દક્ષિણ કશ્મીરમાં આજે પણ ચાર જિલ્લાઓ સહિત શ્રીનગરમાં આઠ વિસ્તારોમાં કફર્યૂ જારી રહેશે.