PM Modi Safari Look: વડાપ્રધાન નરેન્દ્ર મોદી (Narendra Modi) આજે એટલે કે રવિવારે (9 એપ્રિલ) કર્ણાટકના બાંદીપુર અને મુદુમલાઈ ટાઈગર રિઝર્વની મુલાકાત લેવા જઈ રહ્યા છે. પીએમ મોદી કર્ણાટક જવા રવાના થઇ ગયા છે. આ દરમિયાન તેમની એક ખાસ તસવીર સામે આવી છે, જેમાં તેમનો એકદમ નવો અંદાજ જોવા મળી રહ્યો છે, આમાં તેઓ કાળી ટોપી, ખાખી પેન્ટ, પ્રિન્ટેડ ટી-શર્ટ અને બ્લેક શૂઝ પહેરીને જોવા મળી રહ્યાં છે, એટલુ જ નહીં, એક હાથમાં તેમનું એડવેન્ચર ગૉબ્લેટ સ્લીવલેસ જેકેટ છે. આ મુદ્રામાં આજે પીએમ મોદી સફારી પ્રવાસની મજા માણશે.


વડાપ્રધાન રવિવારે મૈસૂરમાં 'પ્રૉજેક્ટ ટાઈગર'ના 50 વર્ષ પુરા થવા પર એક મેગા ઈવેન્ટમાં તાજેતરની ટાઇગર - વાઘની વસ્તી ગણતરીના ડેટા જાહેર કરશે. તે 'અમૃતકાળ' દરમિયાન ટાઇગર - વાઘના સંરક્ષણ માટે સરકારના વિઝનને પણ જાહેર કરશે અને આ ઉપરાંત તેઓ ઇન્ટરનેશનલ બિગ કેટ્સ એલાયન્સ (IBCA) શરૂ કરશે.


ટાઇગર રિઝર્વનો પ્રવાસ 
પીએમ મોદી સૌપ્રથમ કર્ણાટકમાં ચામરાજનગર જિલ્લાના બાંદીપુર ટાઈગર રિઝર્વની મુલાકાત લેશે, અને ત્યાં ફ્રન્ટલાઈન ફિલ્ડ સ્ટાફ અને સંરક્ષણ પ્રવૃત્તિઓ સાથે સંકળાયેલા સ્વ-સહાય ગૃપો સાથે વાતચીત કરશે. આ પછી તેઓ તમિલનાડુની સરહદે આવેલા ચામરાજનગર જિલ્લામાં મુદુમલાઈ ટાઈગર રિઝર્વમાં થેપ્પકાડુ હાથી શિબિરની પણ મુલાકાત લેશે અને એલિફન્ટ શિબિરના માહુતો અને 'કાવડીઓ' સાથે વાતચીત કરશે. 






વડાપ્રધાન નરેન્દ્ર મોદી નીલગિરિ જિલ્લામાં મુદુમલાઈ ટાઈગર રિઝર્વ (MTR)ની પણ મુલાકાત લેશે. તેમની મુલાકાત દરમિયાન તેઓ બૉમેન અને બેઈલીને મળશે. આ એ જ કપલ છે જેની વાર્તા ફિલ્મ 'ધ એલિફન્ટ વ્હીસ્પર્સ'માં બતાવવામાં આવી છે. PMની મુલાકાતને લઈને નીલગિરિ જિલ્લામાં અને તેની આસપાસ ચુસ્ત સુરક્ષા વ્યવસ્થા ગોઠવવામાં આવી છે. MTR વહીવટદાર તંત્રએ 7 એપ્રિલથી 9 એપ્રિલ સુધી ઝૉનની અંદર હૉટલ, હાથી સફારી અને પ્રવાસી વાહનોને અસ્થાયી રૂપે બંધ કરવાનો આદેશ આપ્યો હતો.