નવી દિલ્હી: કેંદ્રના કૃષિ કાયદાનો વિરોધ કરી રેહલા શિરોમણી અકાલી દળના નેતા અને પંજાબના પૂર્વ મુખ્યમંત્રી પ્રકાશ સિંહ બાદલ સાથે પ્રધાનમંત્રી મોદીએ આજે ફોન પર વાત કરી હતી. પીએમ મોદીએ બાદલને 93માં જન્મદિવસની શુભેચ્છાઓ પાઠવી હતી.


સરકારી સૂત્રો પાસેથી મળેલી જાણકારી અનુસાર આ દરમિયાન બંને નેતાઓ વચ્ચે શું વાતચીત થઈ, તેને લઈ કોઈ જાણકારી નથી આપવામાં આવી.

બાદલે સોમવારે પ્રધાનમંત્રી મોદીને પત્ર લખી ત્રણેય કૃષિ કાયદાને રદ્દ કરવાની અપીલ કરી હતી. તેમણે દાવો કર્યો હતો કે આ કાયદાએ દેશને ખૂબ જ મોટા સંકટમાં લાવી દીધો છે. એટલું જ નહી બાદલે થોડા દિવસ પહેલા આ કાયદાની વિરૂદ્ધમાં પદ્મ વિભૂષણ પરત કરવાની જાહેરાત કરી હતી.

આ પહેલા લાંબા સમય સુધી ભાજપના સહયોગી રહેલા અકાલી દળે કૃષિ કાયદાના વિરોધમાં એનડીએ સાથે ગઠબંધન તોડી નાખ્યું હતું.

તેમના પુત્રવધૂ હરસિમરત કૌર બાદલે પણ કેંદ્રીય મંત્રીમંડળમાંથી રાજીનામું આપ્યું હતું. કારણ કે પંજાબમાં કૃષિ કાયદાના વિરોધમા પ્રદર્શન ચાલી રહ્યા હતા.