1- લોકડાઉનના વખાણ
પીએમ મોદીએ દેશમાં યોગ્ય સમય પર લગાવેલા લોકડાઉનના વખાણ કર્યા અને કહ્યું કે કોરોના વૈશ્વિક મહામારી સામે લડતા હવે આપણે અનલોક 2 મા પ્રવેશ કરી રહ્યા છીએ અને આપણે એ મોસમમાં પણ પ્રવેશ કરી રહ્યા છીએ જેમાં બીમારીના કેસ વધે છે. કોરોનાથી થતા મૃત્યુદરને જોવામાં આવે તો અન્ય દેશોની તુલનામાં ભારતની સ્થિતિ સારી છે. સમય પર કરવામાં આવેલા લોકડાઉન અને અન્ય નિર્ણયોએ લાખો લોકોના જીવ બચ્યા છે.
Unlock-One માં બેદરકારી
તેમણે કહ્યું, હવે જ્યારે દેશમાં Unlock-One થયું છે, વ્યક્તિગત અને સામાજિક વ્યવહારમાં બેદરકાર વધતી જાય છે. પહેલા આપણે માસ્કને લઈને, સોશિયલ ડિસ્ટન્સિંગને લઈને, 20 સેકન્ડ સુધી દિવસમાં ઘણી વખત હાથ ઘોવાને લઈને ખૂબ સતર્ક હતા. પીએમ મોદીએ કહ્યું આ સમયે જે લોકો બેદરકારી કરી રહ્યા છે તેઓ નથી સમજી રહ્યા કે તેઓ કોરોના સામેની લડાઈને નબળી કરી રહ્યા છે, આવા લોકોને બેદરકારી કરતા રોકવા પડશે અને નિયમોનું પાલન કરાવવું પડશે.
20 કરોડ ગરીબ પરિવારોના જનઘન ખાતામાં પૈસા
પીએમ મોદીએ જણાવ્યું કે છેલ્લા ત્રણ મહિનામાં 20 કરોડ ગરીબ પરિવારને જનઘન ખાતામાં સીધા 31 હજાર કરોડ રૂપિયા જમા કરવામાં આવ્યા. આ દરમિયાન 9 કરોડથી વધુ ખેડૂતોના બેંક ખાતામાં 18 હજાર કરોડ રૂપિયા જમા થયા. ભારતમાં 80 કરોડથી વધુ લોકોને 3 મહિનાનું રેશન મફત આપવામાં આવ્યું છે.
અમેરિકાની કુલ જનસંખ્યાથી અઢી ગણા વધુ લોકોને મફત અનાજ
પીએમ મોદીએ કહ્યું કે અમેરિકાની કુલ જનસંખ્યાથી અઢી ગણા વધુ લોકોને, બ્રિટનની જનસંખ્યા કરતા 12 ગણા વધુ લોકોને અને યૂરોપીયન યૂનિયનની જનસંખ્યાથી લગભગ બે ગણા વધુ લોકોને મફત અનાજ આપવામાં આવ્યું છે. પ્રધાનમંત્રી ગરીબ કલ્યાણ અન્ન યોજનાનો વિસ્તાર હવે નવેમ્બર મહિનાના અંત સુી કરી દેવામાં આવ્યો છે.
પ્રધાનમંત્રી ગરીબ કલ્યાણ અન્ન યોજનાનો વિસ્તાર
પીએમ મોદીએ કહ્યું કે તહેવારના આ સમયમાં જરૂરીયાત પણ વધે છે, ખર્ચ પણ વધે છે અને આ તમામ વાતોને ધ્યાનમાં રાખતા પ્રધાનમંત્રી ગરીબ કલ્યાણ અન્ન યોજનાની મુદત વધારવામાં આવી છે. નવેમ્બર મહિનાના અંત સુધી આ યોજના વધારવામાં આવી છે.
પ્રધાનમંત્રી ગરીબ કલ્યાણ અન્ન યોજનામાં મળશે અનાજ
પ્રધાનમંત્રી ગરીબ કલ્યાણ અન્ન યોજનામાં દેશના 80 કરોડ લોકોના પાંચ કિલો ઘઉ અથવા ચોખાની સાથે એક કિલો ચણા પણ આપવામાં આવશે.
90 હજાર કરોડ રૂપિયા કરતા વધારે ખર્ચ થશે
પ્રધાનમંત્રી ગરીબ કલ્યાણ અન્ન યોજનાના આ વિસ્તારમાં 90 હજાર કરોડ રૂપિયાથી વધુનો ખર્ચ થશે અને છેલ્લા ત્રણ મહિનાના ખર્ચને પણ જોડાવામાં આવે તો આશરે દોઢ લાખ કરોડ રૂપિયા થઈ જાય છે.
વન નેશન-વન કાર્ડ મુજબ પણ મળશે લાભ
હવે સમગ્ર ભારત માટે એક રેશન કાર્ડની વ્યવસ્થા પણ થઈ રહી છે. વન નેશન વન રેશન કાર્ડનો સૌથી વધુ ફાયદો એ ગરબી લોકને મળશે, જેઓ રાજગાર અથવા અન્ય આવશ્યક્તાઓના કારણે પોતાનું ગામ છોડીને અન્ય જગ્યાએ જાય છે.