પ્રધાનમંત્રી મોદીએ કહ્યું, જ્યારથી અનલોક-1 થયું છે ત્યારથી વ્યક્તિગત અને સામાજિક વ્યવહારમાં લાપરવાહી વધતી જઈ રહી છે. પહેલા આપણે માસ્કને લઈ, બે ગજનું અંતરને લઈ, 20 સેંકડ સુધી દિવસમાં અનેક વખત હાથ ધોવાને લઈ ખૂબ સતર્ક હતા.
લોકડાઉન દરમિયાન ખૂબ ગંભીરતાથી નિયમોનું પાલન કરવામાં આવતું હતું. હવે સરકારોએ, દેશના નાગરિકોએ ફરીથી આ પ્રકારની સતર્કતા દાખવવાની જરૂર છે. ખાસ કરીને કન્ટેનમેન્ટ ઝોનમાં આપણે ખૂબ ધ્યાન આપવું પડશે. જે લોકો હજુ પણ નિયમોનું પાલન નથી કરી રહ્યા તેમને ટોકવા પડશે, રોકવા પડશે અને સમજાવવા પડશે.