અયોધ્યાઃ વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ આજે અયોધ્યામાં રામ મંદિર નિર્માણની ઇંટ મુકી દીધી છે. ભૂમિ પૂજન બાદ પીએમ મોદીએ દેશને સંબોધિત કર્યો. પીએમ મોદીએ પોતાના ભાષણમાં સૌથી પહેલા 'સિયાવર રામચંદ્ર કી જય'નો નારો લગાવ્યો, અને પછી પોતાનુ ભાષણ શરૂ કર્યુ હતુ. પીએમ મોદીએ કહ્યું કે રામ મંદિરનુ ભૂમિ પૂજન કરવુ મારા માટે સૌભાગ્યની વાત છે, સદીયોનો ઇન્તજાર ખતમ થઇ રહ્યો છે, આખો દેશ રોમાંચિત છે.
પીએ મોદીએ ભાષણ દરમિયાન કહ્યું કે, આજે શ્રીરામનો જયઘોષ માત્ર સિયા-રામની ધરતી પર જ નથી સંભળાઇ રહ્યો, આની ગુંજ આજે આખા વિશ્વમાં છે. કરોડો દેશવાસીઓને અને રામ ભક્તોને આ સુઅવસર પર કોટિ કોટિ અભિનંદન. તેમને કહ્યું મારુ સૌભાગ્ય છે કે રામ જન્મભૂમિ તીર્થ ક્ષેત્ર ટ્રસ્ટે મને આમંત્રિત કર્યો, આ ઐતિહાસિક પળનો સાક્ષી બનવાનો અવસર આપ્યો, હુ આ માટે હ્રદયથી શ્રીરામ જન્મભૂમિ તીર્થ ક્ષેત્ર ટ્રસ્ટનો આભાર વ્યક્ત કરુ છું.
પીએમ મોદીએ કહ્યું કે વર્ષોથી ટાટ અને ટેન્ટની નીચે રહેતા અમારા રામલલા હવે એક ભવ્ય મંદિરમાં રહેશે. રામ જન્મભૂમિ આજે મુક્ત થઇ ગઇ છે, આખો દેશ રોમાંચિત છે, દરેક મન દીપમય છે, સદિયોનો ઇન્તજાર ખતમ થઇ રહ્યો છે.
પીએમ મોદીએ કહ્યું કે, મંદિરના અસ્તિત્વને ભૂસવાનો બહુ પ્રયાસ થયો, રામ અમારા મનમાં વસ્યા છે, અમારી અંદર છે, કોઇ કામ કરવુ હોય તો આપણે ભગવાન રામની પ્રેરણાથી કરીએ છીએ. ઇમારતો નષ્ટ કરી દેવામાં આવી, અસ્તિત્વ મિટાવવાનો પ્રયાસ પણ બહુ થયો, પરંતુ રામ આજે પણ આપણા મનમાં વસ્યા છે. અમારી સંસ્કૃતિનો આધાર છે, શ્રીરામ ભારતની મર્યાદા છે, શ્રીરામ મર્યાદા પુરુષોત્તમ છે.
ઉલ્લેખનીય છે કે, પીએમ મોદીએ મંદિરનો પાયો ખોદવા માટે ચાંદીનો પાવડાનો ઉપયોગ કર્યો હતો. આ દરમિયન મોદીએ મંદિરની ઇંટ પર સિમેન્ટ લગાવવા માટે ચાંદીની વરખનો ઉપયોગ કર્યો હતો. રામ લલાને લીલા અને ભગવા રંગના વસ્ત્રો પહેરવવામાં આવ્યા હતા. રામલલાના વસ્ત્ર મખમલના કાપડથી બનેલા છે, આ વસ્ત્રોમાં નવ પ્રકારના રત્નો લગાવવામાં આવ્યા છે.
રામ મંદિર ભૂમિ પૂજનઃ પીએમ મોદી બોલ્યા- મંદિરનું અસ્તિત્વ ભૂસવાની કોશિશ થઇ, રામ અમારા મનમાં વસ્યા છે
એબીપી અસ્મિતા વેબ ટીમ
Updated at:
05 Aug 2020 03:27 PM (IST)
ભૂમિ પૂજન બાદ પીએમ મોદીએ દેશને સંબોધિત કર્યો. પીએમ મોદીએ પોતાના ભાષણમાં સૌથી પહેલા 'સિયાવર રામચંદ્ર કી જય'નો નારો લગાવ્યો, અને પછી પોતાનુ ભાષણ શરૂ કર્યુ હતુ
- - - - - - - - - Advertisement - - - - - - - - -