મોદીએ કહ્યું, અમેરિકા હોય કે યૂરોપના અન્ય દેશો, આ દેશોમાં કોરોના મામલા ઘટી રહ્યા હતા પરંતુ અચાનક વધવા લાગ્યા છે. જ્યાં સુધી સફતળા ન મળી જાય ત્યાં સુધી બેદરકારી ન દાખવવી જોઈએ. જ્યાં સુધી આ મહામારીની વેક્સીન ન આવે ત્યાં સુધી કોરોના સામેની લડાઈ નબળી પડવા દેવાની નથી.
વર્ષો બાદ આપણે જોઈ રહ્યા છીએ કે માનવતાને બચાવવા માટે યુદ્ધસ્તર પર કામ કરી રહ્યા છીએ. આપણા દેશના વૈજ્ઞાનિકો પણ વેક્સીન બનાવવામાં લાગ્યા છે. ભારતમાં હાલ અનેક વેક્સીન પર કામ ચાલી રહ્યું છે. તેમાંથી કેટલીક એડવાન્સ સ્ટેજ પર છે. કોરોનાની વેક્સીન જ્યારે પણ આપશે ત્યારે શક્ય તેટલી વહેલી દરેક ભારતીયના ઘર સુધી પહોંચે તે માટે સરકાર પણ તૈયારી કરી રહી છે. દરેક નાગરિક સુધી વેક્સીન પહોંચે તે માટે ઝડપથી કામ થઈ રહ્યું છે.
તેમણે એમ પણ કહ્યું, યાદ રાખો- જ્યાં સુધી દવા નહીં, ત્યાં સુધી ઢીલ નહીં. એક મુશ્કેલ સમયથી નીકળીને આપણે આગળ વધી રહ્યા છીએ, થોડી પણ બેદરકારી આપણી ગતિને અટકાવી શકે છે. જીવનની જવાબદારીઓ નિભાવવી અને સતર્કતા આ બંને સાથે સાથે ચાલશે ત્યારે જીવનમાં ખુશી બની રહેશે.