આ ઉપરાંત પીએમએ દિવાળીની ઉજવણી જવાનો સાથે ઉજવી તેનો ઉલ્લેખ કર્યો હતો. તેમણે કહ્યું કે, 'ગત મહિને આપણે દિવાળી ઉજવી, દર વખતની જેમ આ વખતે પણ મે જવાનો સાથે દિવાળી મનાવી. ગત મહિને દેશે અલગ અંદાજમાં દિવાળી સેનાના જવાનોને સમર્પિત કરી, મારી તમને અપીલ છે કે તમારો સ્વભાવ જાળવી રાખો. કોઈપણ ઉત્સવ હોય, દેશના જવાનોને આપણે કોઈને કોઈ રીતે યાદ કરીએ.'
સાથે જ કશ્મીરમાં જે રીતે શાળા સળગાવવામાં આવી તે અંગે પીએમએ દુખ વ્યક્ત કર્યુ હતું.
પીએમએ કેશલેસ ઈકોનોમી અને નોટબંધી અંગે વાત કરતા કહ્યું કે, ‘તમારી મુશ્કેલીઓને સમજું છું, ભ્રમિત કરવાના પ્રયાસ થઈ રહ્યા છે તેમ છતાં દેશહિતની આ વાતનો તમ સ્વીકાર કર્યો છે.
જ્યારે મેં નોટંધીનો નિર્ણય લીધો હતો ત્યારે કહ્યું હતું, નિર્ણય સામાન્ય નથી મુશ્કેલીઓથી ભરેલો છે. નોટબંધીના પ્રભાવમાંથી નીકળવામાં 50 દિવસ લાગી જશે. તે બાદ સ્થિતિ સામાન્ય થઈ જશે. નોટબંધીના ફેંસલા બાદ લોકોએ કહ્યું કે 500 અને 1000 રૂપિયાની નોટ પર વિસ્તારથી વાત કરજો. ઉલ્લેખનીય છે કે નોટબંધીને લઈને પીએમને અનેક લોકોના સંદેશાઓ મળ્યા હતા.