નવી દિલ્લીઃ દિલ્લીમાં પાણીના પ્રશ્ને મહિલાઓમાં જંગ જોવા મળી હતી. મહિલાઓ વચ્ચે ઝઘડો એટલો વધી ગયો હતી કે, તે એક બીજાને બાલ ખેચીને એક બીજાને મારવા લાગીહતી. છેલ્લા ઘણા સમયથી આ એરિયમાં પાણીની તંગી છે. અને આ એરિયામાં ટેંકર દ્વારા જ પાણી પહોંચાડી શકાય છે.
શનિવારે જ્યારે પાણીનું ટેંકર આ એરિયામાં પહોંચ્યું તો, પાણી માટે ભીડ જમા થઇ ગઇ હતી. આ દરમિયાન મહિલાઓ વચ્ચે છુટ્ટા હાથની મારામારી થઇ હતી. આ અંગેના સમાચાર એક અખબારમાં આવ્યા હતા ત્યાર બાદ અરવિંદ કેજરીવાલે તેના પર ટ્વીટ કરીને તપાસના આદેશ આપ્યા હતા. અને અરવિંદ કેજરીવાલે સ્પષ્ટ શબ્દોમાં કપીલ મિશ્રાને પુછ્યું હતું કે, આ એરિયામાં શુ થઇ રહ્યું છે? અને તપાસના આદેશ આપ્યા હતા.