નવી દિલ્હી: પ્રધાનમંત્રી મોદી જી-20 સમિટ પહેલા 18મી ભારત-આસિયાન સમિટ (18th ASEAN-India Summit) અને 16મી પૂર્વ એશિયા સમિટ (16th East Asia Summit)માં ભાગ લેશે. પીએમ મોદી વીડિયો કોન્ફરન્સિંગના માધ્યમથી આ સમ્મેલનમાં હાજરી આપવાને છે. જેમાં અમેરિકા, રશિયા અને ચીન સહિત કુલ 18 દેશો સભ્ય તરીકે ભાગ લે છે.
અમેરિકાના રાષ્ટ્રપતિ જો બાઈડેન, રશિયાના રાષ્ટ્રપતિ પુતિન અને ચીનના રાષ્ટ્રપતિ શી જિનપિંગ પણ આ સંમેલનમાં ભાગ લે તેવી પુરી શક્યતા છે. ઈસ્ટ એશિયા કોન્ફરન્સ (ઇએએસ) વ્યૂહાત્મક સંવાદ માટે ઈન્ડો-પેસિફિકનું મુખ્ય મંચ છે. આ પછી બીજા દિવસે એટલે કે 28 ઓક્ટોબરે, પ્રધાનમંત્રી ભારત-આસિયાન સમ્મેલન સંબોધિત કરશે.
18મી આસિયાન-ભારત શિખર સમ્મેલન આસિયાન-ભારત વ્યૂહાત્મક ભાગીદારીની સ્થિતિની સમીક્ષા કરશે અને COVID-19 અને આરોગ્ય, વેપાર અને વાણિજ્ય, કનેક્ટિવિટી અને શિક્ષણ અને સંસ્કૃતિ સહિતના મુખ્ય ક્ષેત્રોમાં થયેલી પ્રગતિની સમીક્ષા કરશે. મહામારી પછી આર્થિક સુધારા સહિત મહત્વપૂર્ણ પ્રાદેશિક અને આંતરરાષ્ટ્રીય વિકાસની પણ ચર્ચા કરવામાં આવશે. પીએમઓએ કહ્યું કે આસિયાન-ભારત સમિટ વાર્ષિક ધોરણે યોજાય છે અને ભારત અને આસિયાનને ઉચ્ચ સ્તર પર જોડાવાની તક પૂરી પાડે છે.
આ સમ્મેલન દર વર્ષે યોજાય છે, પરંતુ આ વર્ષની વિશેષતા એ છે કે ઈન્ડો-પેસિફિક ક્ષેત્રમાં ચીન સામે ચાલી રહેલી ઘેરાબંધી વચ્ચે પ્રથમ વખત આ સમ્મેલન યોજાઈ રહ્યું છે. આમાં મોટાભાગના દેશો ચીનના જુદા જુદા પાડોશી દેશો છે અને સાઉથ ચાઈના સમુદ્ર અથવા અન્ય વિસ્તારોને લઈને આ દેશોનો ચીન સાથે તણાવ છે. આ ઉપરાંત અમેરિકી રાષ્ટ્રપતિ જો બાઈડેન પણ પહેલીવાર આ સમ્મેલનમાં ભાગ લઈ શકે છે.
Covid-19 New Variant: ભારતમાં મળ્યો કોરોનાનો નવો વેરિયંટ
ભારતમાં હાલ કોરોનાનું સંક્રમણ કાબુમાં છે. આ દરમિયાન એક ચિંતાજનક સમાચાર સામે આવ્યા છે. દેશમાં કોરોનાનો નવો વેરિયંટ Delta Plus AY.4.2 મળ્યો છે. આ વેરિયંટ બ્રિટન અને યુરોપના અનેક દેશોમાં તબાહી મચાવી ચુક્યો છે.
સીએસઆઈઆર ઈન્સ્ટિટ્યૂટ ઓફ જીનોમિક્સ એન્ડ ઈન્ટીગ્રેટિવ બાયોલોજીના ડાયરેક્ટર ડો.અનુરાગ અગ્રવાલે જણાવ્યું કે, ભારતમાં પણ AY.4.2 ના કેટલાક મામલા સામે આવ્યા છે. તેના પર વૈજ્ઞાનિકો નજર રાખી રહ્યા છે. આ નવો વેરિયંટ કોવિડ વેક્સિનથી બનેલી ઈમ્યુનિટીને નબળી પાડે છે કે નહીં તે અંગે કોઈ પુરાવા નથી.
INSACOGના એક વૈજ્ઞાનિકે જણાવ્યું કે, ટૂંક સમયમાં જ આ વેરિયંટની જાહેરાત કરવામાં આવેશે. INSACOG કોરોનાના જીનોમિક સીક્વેંસ પર કામ કરતી લેબનો એક સમૂહ છે. આ સંસ્થા મુજબ 11 ઓક્ટોબર સુધી ભારતમાં AY વેરિયંટની 4737 નવા મામલા સામે આવી ચુક્યા છે.