નવી દિલ્હીઃ ચોથી ક્વોડ કોન્ફરન્સમાં ભાગ લેવા વડાપ્રધાન નરેન્દ્ર મોદી 24 મેના રોજ જાપાન જશે. તે જ દિવસે તેઓ અમેરિકી રાષ્ટ્રપતિ જો બાઇડન, ઓસ્ટ્રેલિયાના વડાપ્રધાન સ્કોટ મોરિસન અને જાપાનના વડાપ્રધાન સાથે મુલાકાત કરશે. તેઓ જો બાઇડન સાથે દ્વિપક્ષીય વાતચીત પણ કરશે. આ જાણકારી ભારતીય વિદેશ મંત્રાલયે આપી હતી. અમેરિકા, ઓસ્ટ્રેલિયા, ભારત અને જાપાન ક્વોડના સભ્યો છે.


વિદેશ મંત્રાલયના પ્રવક્તા અરિંદમ બાગચીએ કહ્યું, ભારત-પેસિફિક ક્ષેત્ર અને પરસ્પર હિતના અન્ય વૈશ્વિક મુદ્દાઓ પર મંતવ્યો શેર કરવાની આ એક સારી તક હશે." બાગચીએ જણાવ્યું હતું કે પોતાના પ્રવાસ દરમિયાન વડાપ્રધાન મોદી જાપાનના બિઝનેસ લીડર્સ સાથે બિઝનેસ ઈવેન્ટમાં ભાગ લેશે. તેઓ જાપાનમાં ભારતીય સમુદાયને મળશે અને સંબોધન કરશે. પીએમ મોદી ઓસ્ટ્રેલિયાના પીએમ સાથે પણ દ્વિપક્ષીય વાતચીત કરશે.


અમેરિકાના રાષ્ટ્રપતિ જો બાઇડન દક્ષિણ કોરિયા અને જાપાનની છ દિવસની મુલાકાતે રવાના થઈ ગયા છે. તેમની મુલાકાતનો ઉદ્દેશ્ય બંને દેશોના નેતાઓ સાથેના સંબંધોને મજબૂત કરવાનો છે, સાથે જ ચીનને એવો સંદેશ પણ આપવાનો છે કે યુક્રેન પર રશિયાના હુમલાને જોતા બેઇજિંગે પેસિફિકમાં પોતાની ગતિવિધિઓ બંધ કરી દેવી જોઈએ.


બાઇડન ગુરુવારે રવાના થયા હતા. આ દરમિયાન તેઓ દક્ષિણ કોરિયાના નવા ચૂંટાયેલા રાષ્ટ્રપતિ યૂન સુક યેઓલ અને જાપાનના વડાપ્રધાન ફુમિયો કિશિદાને મળવાના છે. યુક્રેન પર હુમલાની કિંમત ચૂકવવા માટે રશિયાને દબાણ કરવા અમેરિકાએ લોકશાહી દેશોનું ગઠબંધન બનાવ્યું છે. દક્ષિણ કોરિયા અને જાપાન પણ તેમાં સામેલ છે.


 


પતિ-પત્નીના ઝઘડામાં થયેલા ફાયરિંગમાં રોડ પરથી પસાર થતા વ્યક્તિની હત્યા, જાણો શું છે સમગ્ર મામલો


સાઉથ હસીના સંયુક્તા હેગડેનો બ્લૂ બિકીનીમાં HOT અવતાર, બીચ પરથી વાયરલ થઇ તસવીરો........


Road Rage Case: નવજોત સિંહ સિદ્ધુને સુપ્રીમ કોર્ટનો આંચકો, 34 વર્ષ જૂના કેસમાં 1 વર્ષની સજા ફટકારી


SBIના કરોડો ગ્રાહકો માટે મોટા સમાચાર, શું તમારું એકાઉન્ટ પણ બ્લોક થઈ ગયું છે, જાણો અહીં...