નવી દિલ્લીઃ હાલમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી પંજાબના પ્રવાસમાં છે. વડાપ્રધાન ભઠિંડામાં એઇમ્સના શિલાન્યાસ કાર્યક્રમમાં પહોંચ્યા હતા. વડાપ્રધાને લોકોને સંબોધતા જણાવ્યુ હતું કે, દેશના હિતમાં તેમની સરકાર સતત કામ કરી રહી છે. નોટબંધીના નિર્ણયનો બચાવ કરતા વડાપ્રધાન મોદીએ કહ્યું કે દેશમાં બ્લેકમનીનો વ્યાપાર હવે ચાલશે નહીં અને વ્યવસ્થામાં પારદર્શિતા લાવવા માટે નોટબંધીનો નિર્ણય કરવામાં આવ્યો હતો.
વડાપ્રધાન મોદીએ પાકિસ્તાનને સંદેશો આપતા કહ્યું કે, સરહદ પર અમારી સેના સર્જિકલ સ્ટ્રાઇક કરી જેનાથી સરહદ પર ભય ફેલાયેલો છે. તેમણે પાકિસ્તાનના લોકોને કહ્યું કે ભ્રષ્ટાચાર વિરુદ્ધ બ્લેકમની વિરુદ્ધ લડાઇ લડો.
મોદીએ કહ્યું કે, સિઁધુ નદીના પાણી પર પંજાબના લોકોનો હક છે. ભારત પોતાના હકના પાણીનો પૂર્ણ રીતે ઉપયોગ કરશે. બ્લેકમની વિરુદ્ધ સરકારના આ નિર્ણય ઇમાનદાર લોકો માટે અચ્છે દિન લાવા માટે લેવામાં આવ્યો છે.