નવી દિલ્લી: પ્રધાનમંત્રી નરેંદ્ર મોદી યૂરોપની યાત્રા બાદ જર્મની જવા માટે રવાના થયા હતા. પ્રધાનમંત્રી નરેંદ્ર મોદી પોતાની યૂરોપ યાત્રા બાદ સીધા ભારત પરત ફરવાના હતા પરંતુ તેમના કાર્યક્રમમાં અચાનક બદલાવ થયો છે અને તેઓ જર્મની જવા માટે રવાના થયા છે.
પ્રધાનમંત્રી નરેંદ્ર મોદી જર્મનીની ચાન્સેલર એંજેલા મર્કલ સાથે મુલાકાત કરશે. મોદી માટે મર્કેલે રાજધાની બર્લિનમાં રાત્રિ ભોજનનું આયોજન કર્યું છે. રાત્રિ ભોજન બાદ તેઓ ભારત માટે રવાના થશે.
ગત મહિને મર્કેલના ચોથી વખત જર્મનીના ચાન્સેલર બન્યા બાદ પ્રધાનમંત્રી નરેંદ્ર મોદી સાથે તેમની આ પ્રથમ મુલાકાત હશે. ભારતીય વિદેશ મંત્રાલયનું કહેવું છે કે મોદીની આ યાત્રા બંને દેશો વચ્ચેનો મજબૂત કરવા માટે છે.
મોદીના આ યાત્રા ગત મહિને જર્મન રાષ્ટ્રપતિ ફૈંક વાલ્ટર સ્ટૈનમિયરના ભારત પ્રવાસ બાદ થઈ રહી છે. યૂરોપિયન યૂનિયનમાં સામેલ દેશોમાં જર્મની ભારતનું સૌથી મોટું વ્યાપારિક ભાગીદાર છે.
પ્રધાનમંત્રી નરેંદ્ર મોદી પોતાની 2 દેશોની 5 દિવસીય યૂરોપ યાત્રા દરમિયાન સ્વીડન અને બ્રિટનના પ્રવાસ પર ગયા. પીએમ મોદીએ બ્રિટનમાં કૉમનવેલ્થ દેશોની બેઠકમાં ભાગ લીધો હતો. જર્મનીનો કાર્યક્રમ બાદમાં નક્કી થયો.