નવી દિલ્હીઃ ચેન્નઇમાં આયોજીત એક પ્રેસ કોન્ફરન્સમાં એક મહિલા પત્રકારના ગાલ પંપાળવાને લઇને વિવાદ બાદ તમિલનાડુના રાજ્યપાલ બનવારી લાલ પુરોહિતે માફી માંગી લીધી હતી. જોકે, તેના એક દિવસ બાદ ભાજપના વરીષ્ઠ નેતા એસ બી શેખરે ગુરુવારે એક વિવાદાસ્પદ ફેસબુક પોસ્ટ કરી હતી. જેમાં મહિલા પત્રકારો પર બિભત્સ ટિપ્પણી કરી હતી.

શેખરે મદુરઇ યુનિવર્સિટી, ગવર્નર એન્ડ ધ વર્જિન ચિક્સ ઓફ અ ગર્લ સાથેના ટાઇટલ સાથે ફેસબુક  પોસ્ટમાં દાવો કર્યો  હતો કે કોઇ પણ મહિલા મોટા લોકો સાથે સેક્સ કર્યા વિના ન્યૂઝ રિડર કે રિપોર્ટર બની શકતી નથી. નોંધનીય છે કે ચેન્નઇના પત્રકારોએ શેખરની વિરુદ્ધ કાર્યવાહીની માંગ કરી છે. પત્રકારો શુક્રવારે તમિલનાડુમાં આવેલા બીજેપીના હેડક્વાર્ટર સામે પ્રદર્શન કરશે.

એક અંગ્રેજી ન્યૂઝપેપરના અહેવાલ અનુસાર, બીજેપી નેતા એસવી શેખરે પોતાની ફેસબુક પોસ્ટમાં લખ્યું કે, સિનિયર મહિલા જર્નાલિસ્ટ જેના ગાલ પર રાજ્યપાલ પુરોહિતે ટચ કર્યો હતો જે ખોટા આરોપ લગાવી રહી છે. આવા કરવા પાછળ તેની ઇચ્છા બીજેપી સરકારને બદનામ કરવાની છે. નોંધનીય છે કે શેખર તમિલ ફિલ્મોમાં કામ કરી ચૂક્યા છે.

તમિલમાં લખાયેલી આ ફેસબુક પોસ્ટમાં શેખરે લખ્યું કે, તાજેતરમાં જ ફરિયાદોને કારણે કડવી સચ્ચાઇ બહાર આવી ગઇ છે. મીડિયાના લોકો તુચ્છ, નીચ અને અસભ્ય બની ગયા છે. કેટલાક તેમાં અપવાદ છે. હું તેમનું સન્માન કરું છું. તમિલનાડુનું આખુ મીડિયા ગુનેગારો, ધૂતારા અને બ્લેકમેલર્સના હાથમાં છે.

બીજેપી નેતાએ લખ્યું કે, મીડિયામાં અનેક અભણ અને બર્બર લોકો છે. રાજ્યપાલ પર આરોપ લગાવનારી મહિલા જર્નાલિસ્ટ તેમાં અપવાદ નથી. એજ્યુકેશનલ ઇન્સ્ટિટ્યૂશનની સરખામણીમાં મીડિયા સેન્ટરોમાં મહિલાઓનું જાતીય શોષણ વધુ થાય છે. મહિલા જર્નાલિસ્ટ મીડિયામાં પદ મેળવવા અને પોતાનું કામ કઢાવવા માટે મોટા લોકો સાથે સૂઇ જાય છે.શેખરે ફેસબુક પોસ્ટની શરૂઆતમાં થિરુમલાઇ એસ નામના વ્યક્તિને ક્રેડિટ આપી હતી. ધ ઇન્ડિયન એક્સપ્રેસને શેખરે જણાવ્યું કે, થિરૂમલાઇ અમેરિકામાં એક બીજેપી સમર્થક છે. અમેરિકા જતા સમયે મારી તેમની સાથે મુલાકાત થઇ હતી. શેખરે કહ્યું કે, મે આખી પોસ્ટ વાંચી નથી. હું પોસ્ટ ડિલિટ કરવા માંગતો હતો પરંતુ ફેસબુકે મને બ્લોક કરી દીધો