નવી દિલ્હીં: સેમસંગ નોઈડામાં દુનિયાની સૌથી મોબાઈલ ફેક્ટરી બનાવવા જઈ રહ્યું છે. નોઈડના સેક્ટર 81માં સ્થિત સેમસંગ ઈલેક્ટ્રોનિક્સની 35 એકરમાં ફેલાયેલી આ કંપનીનું ઉદ્ઘાટન વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને દક્ષિણ કોરિયાના રાષ્ટ્રપતિ મૂન જે-ઈન સોમવારે કરશે. મૂન રવિવારે દિલ્હી પહોંચી ગયા છે.
કંઝ્યૂમર ઈલેક્ટ્રોનિક્સના મામલે દુનિયાના નક્શા પર સૌથી મોટી મોબાઈલ ફેક્ટરી હોવાનો ટેગ ચીન કે દક્ષિણ કોરિયા પાસે પણ નથી અને અમેરિકા પાસે પણ નથી, પરંતુ હવે ઉત્તરપ્રદેશના શહેર નોઈડામાં આ મોબાઈલ ફેક્ટરી બનવા જઈ રહી છે. તેનાથી 70 હજાર લોકોને રજગારી મળી રહેશે.
સેમસંગની કંપનીના નવી ફેક્ટરીના ઉદ્ધઘાટ પહેલા મુખ્યમંત્રી યોગી આદિત્યનાથે નોઈડામાં પીએમ મોદી અને દક્ષિણ કોરિયના રાષ્ટ્રપતિના ત્યાં પહોંચવાના કાર્યક્રમને લઈને સુરક્ષા વ્યવસ્થાની સમીક્ષા કરી હતી.
ગત વર્ષે જૂનમાં દક્ષિણ કોરિયાઈ કંપનીએ 4915 કરોડ રૂપિયાનો રોકાણ કરી નોઈડા પ્લાન્ટમાં વધારવા માટેની જાહેરાત કરી હતી, જેના એક વર્ષ બાદ નવી ફેક્ટરી હવે ડબલ ઉત્પાદન કરવા તૈયાર છે.સેમસંગે વર્તામાન મોબાઈ ફેક્ટરી 2005માં સ્થાપી હતી. કંપની ભારતમાં હાલમાં 6.7 કરોડ સ્માર્ટફોન બનાવી રહી છે અને નવા પ્લાન્ટ ચાલુ થયા બાદ લગભગ 12 કરોડ મોબાઈલ ફોનની મેન્યૂફેક્ચરિંગ થાય તેવી સંભાવના છે. નવી ફેક્ટરીમાં માત્ર મોબાઈલજ નહીં પણ સેમસંગના કંઝ્યૂમર ઇલેક્ટ્રોનિક સામાન જેવા રેફ્રિજરેટર અને ફ્લેટ પેનલવાળા ટેલીવિઝનનું ઉત્પાદન પણ ડબલ થઈ જશે.