ગયા વર્ષે પીએમ મોદીએ જમ્મુ કશ્મીરના રાજૌરી જિલ્લાનો પ્રવાસ કરીને એલઓસી પર તૈનાત સૈનિકો સાથે દિવાળી પર્વની ઉજવણી કરી હતી. પીએમ મોદીએ દિવાળીની પૂર્વ સંધ્યાએ દેશની જનતાને દેશની જનતાને આ દિવાળી પર એક દીપ સૈનિકોના નામ પર પ્રજ્વલિત કરવાની અપીલ કરી હતી.
પીએમ મોદીએ ટ્વિટ કરીને કહ્યું કે દિવાળી પર આવો એક દીપ સૈલ્યુટ ટુ સોલ્જરના નામ પર પ્રજ્વલિત કરીએ. સૈનિકોના અદભૂત સાહસને લઈને અમારા દિલમાં જે આભાર માનીએ તેને શબ્દોમાં ન વર્ણવી શકીએ. આપણે સીમા પર તૈનાત જવાનોના પરિવારજનોના પણ આભારી છીએ.