વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ટ્વિટ કરીને કહ્યું કે, કેન્દ્ર સરકાર વાયુ વાવાઝોડા પર ઝીણવટભરી નજર રાખી રહી છે. હું રાજ્ય સરકારો સાથે સતત સંપર્કમાં છું. એનડીઆરએફ તથા અન્ય એજન્સીઓ ખડેપગે જરૂરી મદદ પૂરી પાડી રહી છે.
પીએમ મોદીએ બીજા ટ્વિટમાં કહ્યું કે, વાયુ વાવાઝોડાના અસરગ્રસ્તોની સુરક્ષા માટે પ્રાર્થના કરું છું. સરકાર તથા સ્થાનિક એજન્સીઓ પળેપળના અહેવાલ આપી રહી છે.
ગુજરાતના મુખ્યમંત્રી વિજય રૂપાણીએ વાયુ વાવાઝોડાને લઈ અધિકારીઓ સાથે મીટિંગ કરી હતી.
ગુજરાતમાં ત્રાટકનારા વાયુ વાવાઝોડા મુદ્દે મુખ્યમંત્રી રૂપાણીએ લોકોને શું કરી અપીલ? ભયજનક મકાનોમાં રહેતા લોકોને શું કહ્યું? જુઓ વીડિયો
વાયુ વાવાઝોડું ગુજરાતમાં ત્રાટકે તે પહેલા ઘોઘાના દરિયા કાંઠે કેવો છે માહોલ? જુઓ વીડિયો