માંચેસ્ટરઃ વર્લ્ડકપ 2019ની પ્રથમ સેમિ ફાઈનલમાં ન્યૂઝીલેન્ડે જીતવા આપેલા 240 રનના લક્ષ્યાંકનો પીછો કરવા ઉતરેલી ભારતીય ટીમ 49.3 ઓવરમાં 221 રનમાં ઓલઆઉટ થઈ જતાં કિવી ટીમનો 18 રનથી વિજય થયો હતો. જીત સાથે જ ન્યૂઝીલેન્ડની ટીમ ફાઈનલમાં પહોંચી ગઈ છે.


ટીમ ઇન્ડિયાની સેમી ફાઇનલમાં હાર બાદ પ્રધાનમંત્રી મોદીએ ટ્વિટ કરીને કહ્યું કે, ‘એક નિરાશાજનક પરિણામ, પરંતુ અંત સુધી ટીમ ઇન્ડિયાએ લડત આપી તે સારું લાગ્યું. પીએમ મોદીએ ટ્વિટ કરતા કહ્યું કે, ભારતે સંપૂર્ણ ટૂર્નામેન્ટમાં સારી બેટિંગ, બૉલિંગ અને ફીલ્ડિંગ કરી જેના પર અમને ગર્વ છે. જીત અને હાર જીવનનો ભાગ છે. ટીમ ઇન્ડિયાને તેના ભવિષ્યનાં પ્રયાસો માટે શુભકામનાઓ.’


કૉંગ્રેસ નેતા રાહુલ ગાંધીએ કહ્યું કે, ‘આજની રાત્રે કરોડો ભારતીયોનાં દિલ તૂટ્યા છે, પરંતુ ટીમ ઇન્ડિયા તમે સારો પ્રયત્ન કર્યો. તમે પ્રેમ અને સમ્માનને યોગ્ય છે. રાહુલ ગાંધીએ ન્યૂઝીલેન્ડને જીતનાં અભિનંદન પાઠવ્યા છે.’


વર્લ્ડકપની સેમિ ફાઈનલમાં ટીમ ઈન્ડિયા ભલે હારી પણ જાડેજાએ બચાવી લાજ, બનાવ્યો આ મોટો રેકોર્ડ

INDvNZ સેમિ ફાઈનલઃ ભારતની હાર ભાળી જઈ ધોની આવી ગયો ટેન્શનમાં, ડ્રેસિંગ રૂમમાં કર્યું આમ

સેમિ ફાઈનલમાં હાર સાથે જ ટીમ ઈન્ડિયાનું વર્લ્ડકપ જીતવાનું સપનું થયું ચકનાચુર, આ રહ્યા હારના કારણો