દેશમાં કેટલાક રાજ્યોમાં કોરોના વાયરસના કેસ ફરીથી એક વખત ઝડપથી વધી રહ્યા છે. તેમાં દેશની રાજધાની દિલ્હી પણ સામેલ છે. ત્યાર બાદ હવે પીએમ મોદીએ કોરોના વાયરસના વધતા કેસને લઈને આઠ રાજ્યોના મુખ્યમંત્રીઓ સાથે વીડિયો કોન્ફરન્સિંગથી બેઠક કરી હતી.
મોદીએ વધુમાં કહ્યું હતું કે RTPCR ટેસ્ટનું પ્રમાણ વધારવું જોઈએ. ગામડાંનાં હેલ્થ સેન્ટર્સ પર વધારે ધ્યાન આપવું પડશે. ઈન્ફ્રાસ્ટ્રક્ચર, ઓક્સિજન જેવી વસ્તુઓ પ્રમાણમાં રહે. જાગૃતતા લાવવાના અભિયાનમાં કોઈ કમી ન રહે. વેક્સિનનું રિસર્ચ અંતિમ તબક્કામાં પહોંચી ગયું છે. ભારત સરકાર દરેક ડેવલપમેન્ટને ઝીણવટપૂર્વક જોઈ રહી છે. એ પણ નક્કી નથી કે વેક્સિનનો એક ડોઝ હશે કે બે ડોઝ. કિંમત પણ નક્કી નથી. આ સવાલોના જવાબ અમારી પાસે નથી.