PM Modi On Ganesh Chaturthi: આજે દેશભરમાં ગણેશ ચતુર્થીના તહેવારની ઉત્સાહભેર ઉજવણી કરવામાં આવી હતી. આ શુભ અવસર પર વડાપ્રધાન નરેન્દ્ર મોદી પણ દિલ્હીમાં કેન્દ્રીય મંત્રી પીયૂષ ગોયલના ઘરે પહોંચ્યા હતા અને ભગવાન ગણેશની આરતી કરી હતી. જણાવી દઈએ કે, આ પહેલા વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ગણેશ ચતુર્થીના અવસર પર દેશવાસીઓને શુભકામનાઓ પાઠવી હતી.






PMએ ટ્વિટ કરીને અભિનંદન પાઠવ્યા


વડાપ્રધાન નરેન્દ્ર મોગીએ એક સંસ્કૃત શ્લોક શેર કર્યો અને ટ્વિટર પર લખ્યું, 'હેપ્પી ગણેશ ચતુર્થી. ભગવાન શ્રી ગણેશના આશીર્વાદ હંમેશા આપણી સાથે રહે.


રાષ્ટ્રપતિએ પણ અભિનંદન પાઠવ્યાઃ


તમને જણાવી દઈએ કે ગણેશ ચતુર્થીના અવસર પર દેશના નેતાઓએ ટ્વિટ કરીને દેશવાસીઓને શુભકામનાઓ પાઠવી હતી. રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુએ અભિનંદન પાઠવ્યા અને નાગરિકોના જીવનમાં શાંતિ અને સમૃદ્ધિ માટે પ્રાર્થના કરી હતી. રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુએ ટ્વીટ કરીને લખ્યું, 'તમામ દેશવાસીઓને ગણેશ ચતુર્થીની શુભકામનાઓ. મંગલમૂર્તિ ભગવાન ગણેશ જ્ઞાન, સિદ્ધિ અને સૌભાગ્યનું પ્રતીક છે. હું ઈચ્છું છું કે શ્રી ગણેશના આશીર્વાદથી દરેકના જીવનમાં સુખ, શાંતિ અને સમૃદ્ધિ ફેલાય.


ગણેશ ઉત્સાવ 9 સપ્ટેમ્બરે સમાપ્ત થશે


તમને જણાવી દઈએ કે, ગણેશ ચતુર્થીની ઉજવણી 31 ઓગસ્ટથી શરૂ થઈ હતી અને 9 સપ્ટેમ્બરના રોજ સમાપ્ત થશે. આ તહેવાર ભગવાન ગણેશની મૂર્તિના વિસર્જન સાથે સમાપ્ત થશે. આ તહેવાર મહારાષ્ટ્ર, તમિલનાડુ, કર્ણાટક અને ગુજરાત સહિત અન્ય રાજ્યોમાં ખૂબ જ ઉત્સાહ સાથે ઉજવવામાં આવે છે.


આ પણ વાંચોઃ


Microsoft એ દૃષ્ટિહીન સોફ્ટવેર એન્જિનિયરને નોકરીની ઓફર કરી, જાણો કેટલા લાખ રૂપિયાનું પેકેજ આપ્યું


IT કંપનીઓએ જૂન ક્વાર્ટરમાં કરી મોટા પાયે ભરતી, જાણો TCS, Wipro અને Infosys એ કેટલી નવી નોકરીઓ આપી


Ganesh Chaturthi 2022: નડિયાદમાં ગણેશ પંડાલમાં તાડપત્રી લગાવતી વખતે ત્રણ યુવકોને લાગ્યો કરંટ, બે યુવકોના મોત