પીએમ મોદીએ સૌથી પહેલા અમદાવાદ સ્થિત ઝાયડ કેડિલા ફાર્મા કંપનીની મુલાકાત લીધી, વડાપ્રધાને ઝાયડ્સમાં બની રહેલી વેકસીનનું જાત નિરીક્ષણ કર્યું હતું. તેના બાદ હૈદરાબાદ પહોંચ્યા હતા જ્યાં કોવિડ-19 ની વેક્સિન વિકસિત કરી રહેલી ભારત બાયોટેક કંપનીની મુલાકાત લીધી હતી. ભારતના બાયોટેક દ્વાર વિકસિત કરવામાં આવેલી કોવિડ -19ની રસીનું ત્રીજા તબક્કાનું ટ્રાયલ ચાલી રહ્યું છે.
તેના બાદ પૂણે સ્થિત સીરમ ઈન્સ્ટીટ્યુટ ઓફ ઈન્ડિયાની મુલાકાત લીધી હતી અને પીએમ મોદીએ ટ્વીટ કરીને કહ્યું હતું કે, “સીરમ ઈન્સ્ટીટ્યુટ ઓફ ઈન્ડિયાની ટીમ સાથે વાતચીત થઈ. તેઓએ અત્યાર સુધીની પોતાની પ્રગિત વિશે અને આગળ વેક્સિનનું નિર્માણ કઈ રીતે વધારવામાં આવે તે અંગેની જાણકારી આપી હતી. સાથે જ તેમની મેન્યુફેક્ચરીંગ સુવિધાનું જાત નીરીક્ષણ કર્યું. ”
પીએમ મોદીની મુલાકાત બાદ સીરમ ઈન્સ્ટીટ્યુટના સીઈઓ અદાર પુનાવાલાએ પત્રકાર પરિષદમાં જણાવ્યું કે, પીએમ મોદી સાથે વેક્સીની તૈયારીને લઈને વાતચીત થઈ. ત્રીજા તબક્કાના ટ્રાયલ પર અમારી નજર છે. પીએમ મોદીએ તમામ વેક્સિન કમીઓ અને તાકાત જણાવી, સીરમ ઈન્સ્ટીટ્યૂટ સૌથી પહેલા દેશ માટે વેક્સિન બનાવશે.
અદાર પુનાવાલાએ કહ્યું કે, “ઓક્સફોર્ડ સાથે સંબંધિત વેક્સિન સંપૂર્ણ સુરક્ષિત છે. અમે દરરોજ પાંચથી છ કરોડ ડોઝ બનાવી રહ્યાં છે. લોકો સુધી પહોંચાડવા માટે વ્યવસ્થા કરવામાં આવી રહી છે. વડાપ્રધાન વેક્સીનની તૈયારીઓને લઈ સંતુષ્ટ નજર આવ્યા હતા. જુલાઈ સુધી અમારું ત્રીસ થી ચાલીશ કરોડ વેક્સિન બનાવવાનું લક્ષ્ય છે.”