PM મોદી આજે સવારે 11 વાગ્યે કરશે ‘મન કી બાત’, અનલોક-1 પર કરી શકે છે સંબોધન
એબીપી અસ્મિતા વેબ ટીમ | 31 May 2020 10:11 AM (IST)
30 મે ના રોજ મોદી સરકારના બીજા કાર્યકાળને એક વર્ષ પૂરું થયું છે. આ અવસર પર આજે ‘મન કી બાત’ કાર્યક્રમમાં મોદી પોતાની સરકારની સફળતા અને ઉપલબ્ધિઓ પર પણ ચર્ચા કરી શકે છે.
નવી દિલ્હી: લૉકડાઉન વચ્ચે વડાપ્રધાન નરેન્દ્ર મોદી આજે સવારે 11 વાગ્યે રેડિયો કાર્યક્રમ ‘મન કી બાત’ થી દેશને સંબોધન કરશે. પીએમ મોદીનો લોકડાઉનમાં આ ત્રીજો ‘મન કી બાત’ કાર્યક્રમ છે. પીએમ મોદી આજે પહેલી જૂનથી લાગુ થઈ રહેલા અનલૉક-1 પર વાત કરી શકે છે. પીએમ મોદીનો આ 65મો મન કી બાત કાર્યક્રમ હશે. ઉલ્લેખનીય છે કે, 30 મે ના રોજ મોદી સરકારના બીજા કાર્યકાળને એક વર્ષ પૂરું થયું છે. આ અવસર પર આજે ‘મન કી બાત’ કાર્યક્રમમાં મોદી પોતાની સરકારની સફળતા અને ઉપલબ્ધિઓ પર ચર્ચા કરી શકે છે. મોદી સરકારના બીજા કાર્યકાળના પ્રથમ વર્ષમાં ત્રણ તલાક, જમ્મુ કાશ્મીરને વિશેષ દરજ્જો, 10 મોટી બેન્કોનું મર્જ, નાગરિકતા સંશોધન કાયદો વગેરે જેવા મોટ નિર્ણયો લેવામાં આવ્યા છે .