નવી દિલ્હીઃ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આજે રાજસ્થાનના જેસલમેર બોર્ડર પર જ વાનો સાથે દિવાળીની ઉજવણી કરશે. પીએમ મોદી થોડી જ વારમાં જેસલમેર બોર્ડર પર પહોચશે. બીએસેફના ડીજી રાકેશ અસ્થાના, જનરલ બિપિન રાવત, સેના પ્રમુખ એમએમ નરવણે આ દિવાળી સમારોહ દરમિયાન પીએમ સાથે રહેશે.


2014માં કાર્યભાર સંભાળ્યા બાદથી પીએમ દર વર્ષે ઉત્તરાખંડ, હિમાચલ પ્રદેશ, પંજાબ, જમ્મુ કાશ્મીરના વિસ્તારમાં જવાનો સાથે સમય વિતાવીને દિવાળીની ઉજવણી કરતા રહ્યા છે.

વડાપ્રધાન બન્યા બાદ પીએમ મોદીએ પહેલી દિવાળી સિયાચીનમાં મનાવી હતી. તો 2015માં પીએમ મોદીએ પંજાબ સરહદે જવાનો સાથે દિવાળીની ઉજવણી કરી હતી. જ્યારે 2016માં તેઓએ હિમાચલ પ્રદેશનાં ઈન્ડો-તિબ્બત બોર્ડર પર જવાનો વચ્ચે પહોચ્યા હતા. તો 2017માં જમ્મુ કાશ્મીરનાનાં ગુરેજમાં જવાનો સાથે દિવાળી મનાવી હતી.

2018માં ભારત-ચીનની સરહદ નજીક સેના અને આઈટીબીપીના જવાનો સાથે દિપાવલી ઉજવી હતી જયારે 2019માં હર્ષિલમાં જવાનો સાથે આ પર્વની ઉજવણી કરી હતી. ત્યારે આ વર્ષે પણ આ પરંપરા જાળવી રાખતા વડાપ્રધાન પાકિસ્તાન સરહદે સેનાના જવાનો સાથે દિવાળીની ઉજવણી કરી સેનાના જવાનોનો ઉત્સાહ વધારશે.

પીએમ મોદીએ દિવાળીની પૂર્વ સંધ્યાએ દેશની જનતાને દેશની જનતાને આ દિવાળી પર એક દીપ સૈનિકોના નામ પર પ્રજ્વલિત કરવાની અપીલ કરી હતી.

પીએમ મોદીએ ટ્વિટ કરીને કહ્યું કે દિવાળી પર આવો એક દીપ સૈલ્યુટ ટુ સોલ્જરના નામ પર પ્રજ્વલિત કરીએ. સૈનિકોના અદભૂત સાહસને લઈને અમારા દિલમાં જે આભાર માનીએ તેને શબ્દોમાં ન વર્ણવી શકીએ. આપણે સીમા પર તૈનાત જવાનોના પરિવારજનોના પણ આભારી છીએ.