નવી દિલ્હી:  પ્રધાનમંત્રી નરેંદ્ર મોદી સોમવારે કોવિન ગ્લોબલ કૉન્ક્લેવ (CoWIN Global Conclave) પર પોતાના વિચારો રજૂ કરશે. ભારત કોરોના સામે લડવા માટે કોવિન(CoWIN)ને વૈશ્વિક સ્તર પર ડિજિટલ પબ્લિક ગુડના રૂપમાં રજૂ કરશે. આ જાણકારી રાષ્ટ્રીય સ્વાસ્થ્ય પ્રાધિકરણ(NHA) દ્વારા આપવામાં આવી છે. 



આ કાર્યક્રમાં વર્ચુઅલ માધ્યમથી કરવામાં આવશે. આ કૉન્ક્લેવમાં 20થી વધુ દેશો સાથે કોવિડના નિર્માણ અને વિકાસની સ્ટોરી શેર કરવામાં આવશે. NHA દ્વારા કહેવામાં આવ્યું કે પ્રધાનમંત્રી મોદી પણ કાર્યક્રમમાં સામેલ થશે અને આ પહેલ વિશે પોતાના વિચારો રજૂ કરશે. વિયેતનામ, પેરુ, મેક્સિકો, ઈરાક, ડોમિનિકન ગણરાજ્ય, પનામા, યૂક્રેન, નાઈઝીરિયા, સંયુક્ત આરબ અમીરાત અને યુગાંડા જેવા દેશોએ પોતાની રસીકરણ કાર્યક્રમ ચલાવવા કોવિન ટેકનીક વિશે શીખવાની રૂચિ વ્યક્ત કરી છે.