બીજિંગઃ વુહાનમાં ચીની રાષ્ટ્રપતિ જિનપિંગ સાથે મુલાકાત બાદ વડાપ્રધાન નરેન્દ્ર મોદી ભારત આવવા રવાના થયા છે. ભારત રવાના થતા અગાઉ વડાપ્રધાન મોદીએ વુહાનમાં જિનપિંગ સાથે બેઠક કરી હતી. આ અગાઉ મોદીએ અને જિનપિંગે જાણીતા ઇસ્ટ લેકના કિનારે નૌકા વિહારનો આનંદ માણ્યો હતો. દરમિયાન બંન્ને નેતાઓએ ચાની ચૂસકી સાથે ચર્ચા કરી હતી.


આ અગાઉ વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને શિ જિનપિંગ વચ્ચે ગઇકાલે ત્રણ વખત મુલાકાત થઇ હતી. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ઇસ્ટ લેક પાસે ચાલતા-ચાલતા વાતચીત કરી હતી. લેક પાસે બંને નેતાઓ ચાય પે ચર્ચા કરી હતી. સરોવરના કિનારે બંને નેતાઓ ચાલતા-ચાલતા વાતચીત કરી હતી.

ડોકલામમાં ચીન અને ભારતીય સેના વચ્ચે અંદાજે 70 દિવસ ચાલેલા તનાવ બાદ આ પહેલો મોકો છે જ્યારે બંને નેતાઓ વચ્ચે મુલાકાત થઈ રહી છે. ચીન રાષ્ટ્રપતિ જિનપિંગ સાથે મુલાકાત સમયે પીએમ મોદીએ તેમને એક ખાસ ભેંટ પણ આપી. પીએ મોદીએ પ્રસિદ્ધ ચીની ચિત્રકાર શૂ બેહોંગની શાંતિનિકેતનમાં બનાવેલા બે ચિત્રોની રિપ્રિંટ આપી. આ ચિત્રોમાં ઘોડા, ચકલી અને ઘાસના છે. ચિત્રકાર શૂ બેહોંગે શાંતિનિકેતનના કલાભવનમાં 1939થી 1940 સુધી ભણાવ્યા હતા. તેઓ શાંતિનિકેતનમાં ભણવાવાળા ચીનના પહેલા વિઝિટિંગ પ્રોફેસર હતા.