નવી દિલ્લીઃ જો તમારી પાસે આધાર કાર્ડ છે તો નવું સિમ કાર્ડ એક્ટિવેટ કરાવવું સરળ બનશે. મુખ્ય મોબાઇલ ટેલિકૉમ ઑપરેટર્સ, ભારતી એરટેલ અને વોડાફોને આ સર્વિસને શરૂ કરી છે. હવે નવું સિમ કાર્ડ જલ્દી શરૂ કરાવવા માટે ગ્રાહકે પોતાનો આધારકાર્ડ નંબર આપવો પડશે. ત્યારબાદ અમુક મિનિટમાં સમ એક્ટિવ થઇ જશે.

સ્ટોર પર સબમિટ કરવા પડશે ઇ-કેવાઇસી

ગ્રાહકોએ આ કંપનીના સ્ટોર્સ પર જઇને નવું સિમ ખરીદવું પડશે અને ઇ-કેવાયસી માટે પોતાનો આધાર નંબર આપવો પડશે. કંપનીના સ્ટોરમાં હાલના કર્મચારી ગ્રાહક દ્વારા આપવામાં આવેલા આધાર નંબરને વેરિફાઇ કરશે. વેરિફિકેશન પ્રોસેસ થયા બાદ નવું સિમ કાર્ડ એક્ટિવેટ કરીને આપવામાં આવશે.