નવી દિલ્લી: મંગળવારે સવારે 11 વાગ્યે મોદી મંત્રી મંડળનો વિસ્તાર થશે જેમાં 19 નવા ચહેરાઓને શામેલ કરવામાં આવી શકે છે. મોદી મંત્રીમંડળમાં પીયૂષ ગોયલ અને જચંત સિંહાને પ્રમોશન મળી શકે છે. જ્યારે ગીરિરાજ સિંહ જેવા મંત્રીઓને બહાર કાઢી શકાય છે.
મોદી સરકારના બે વર્ષના કાર્યકાળમાં આજે ફેરબદલ થાય તેવી શક્યાતા છે. યુપી સાથે પંજાબ અને ગુજરાતમાં થયાના વિધાનસભા ચૂંટણીને ધ્યનમાં રાખી નવા ચહેરાઓને સ્થાન આપવામાં આવી શકે છે. સૂત્રો દ્વારા મળતી માહિતી અનુસાર 19 નવા ચહેરાઓને સ્થાન આપી શકાય છે.
મોદી સરકારમાં યુપીથી ત્રણ નવા નામો જોડાય શકે છે. નવા ચહેરાઓમાં સૌથી પહેલું નામ મહેન્દ્ર નાથ પાંડેનું છે. યુપીમાં શહેરી વિકાસ મંત્રી રહી ચૂકેલા પાંડે ગૃહમંત્રી રાજનાથ સિંહના ગામ ચંદૌલી બેઠકથી સાંસદ છે.
યુપીથી બીજુ નામ અનુપ્રિયા પટેલનું છે. મિર્ઝાપુરથી સાંસદ અનુપ્રિયા પટેલ કુર્મિ જાતિના છે. શાહજહાંપુરથી સાંસદ કૃષ્ણારાજને મંત્રી બનાવવાની પણ ચર્ચા છે.
કેબિનેટ વિસ્તરણમાં ગુજરાતને ખાસ જગ્યા મળી શકે છે. ગુજરાતથી ત્રણ નવા સાંસદને મંત્રી બાનાવવાની ચર્ચા છે. ગુજરાત સરકારમાં કૃષિ મંત્રી રહેલા પરષોત્તમ રૂપાલાને મંત્રી બનાવી શકાય છે.
ઉપરાંત જસવંસ સિંહ ભાભોર અને મનસુખ માંડવિયાને પણ મંત્રીમંડળમાં જગ્યા મળી શકે છે.