પીએમ મોદીની દ્વિપક્ષીય વાર્તા માટે તુર્કની આ પ્રથમ યાત્રા હતી. પીએમ મોદીએ 2015માં G-20 સમિટ માટે તુર્કીનો પ્રવાસ કર્યો હતો. તે સિવાય ઓસાકામાં આ વર્ષે G-20 માં પીએમ મોદી તુર્કીના રાષ્ટ્રપતિ સાથે મુલાકાત કરી હતી. આ પહેલા જુલાઈ, 2018માં રેસેપ તૈયપે ભારતનો બે દિવસીય મુલાકાત કરી હતી.
વિદેશ મંત્રાલયે આ પ્રવાસને રદ કરવાની ખબર પર કંઈ પણ કહેવાનો સ્પષ્ટ ઇનકાર કરી દીધો છે. વિદેશ મંત્રાલયના સૂત્રોએ જણાવ્યું કે, આ પ્રવાસ ફાઇનલ જ નહોતો થયો, એવામાં રદ થવાનો કોઈ પ્રશ્નજ નથી.
ઉલ્લેખનીય છે કે મલેશિયા અને તુર્કીએ સંયુક્ત રાષ્ટ્રમાં જમ્મુ કાશ્મીરમાંથી કલમ 370 હટાવવાના મુદ્દે ભારત વિરુદ્ધ સ્ટેન્ડ લીધું હતું. જેના બાદ ભારત સરકારે મલેશિયા અને તુર્કીમાંથી આયાત પર પતિબંધ લગાવવાનો નિર્ણય લીધો છે. તુર્કીને ભારતીય નૌસેના માટે વૉરશિપ બનાવવાની ડિલ ગુમાવવી પડી છે.