નવી દિલ્હી: વડાપ્રધાન નરેન્દ્ર મોદી આ વખતે પણ સરહદ પર જવાનો સાથે દિવાળી ઉજવશે. સૂત્રો દ્વારા આ જાણકારી આપવામાં આવી છે. પીએમ મોદી જેસલમેર બોર્ડર પર ભારતીય દળના જવાનો સાથે દિવાળી ઉજવી શકે છે. તે દરમિઆન ચીફ ઓફ ડિફેન્સ સ્ટાફ બિપિન રાવત, આર્મી ચીફ એમ.એમ. નરવાણે પણ સામેલ થઈ શકે છે.
આ પહેલા પીએમ મોદીએ ટ્વિટ કરીને દેશવાસીઓને અપીલ કરી હતી કે, દિવાળી પર સરહદ પર રાષ્ટ્રની રક્ષા કરી રહેલા સૈનિકોને યાદી કરીને એક દિવો જરૂર પ્રગટાવો.
પીએમ મોદીએ ટ્વિટમાં લખ્યું હતું કે, “આ દિવાળી પર આપણે એક દિવો સેનાને સલામી આપીને પ્રગટાવાનો છે, જે નિડર થઈને આપણા રાષ્ટ્રની રક્ષા કરી રહ્યાં છે. આપણા સૈનિકોના મહાન પરાક્રમ માટે આપણી કૃતજ્ઞતાની ભાવનાને વ્યક્ત કરવા માટે શબ્દ અસમર્થ છે. આપણે સરહદ પર રહેતા સૈનિકોના પરિવારના પણ આભારી છીએ.”
ઉલ્લેખનીય છે કે, વડાપ્રધાન મોદી દર વર્ષે દિવાળી જવાનો સાથે ઉજવે છે. ગત વર્ષે એલઓસી પાસે જમ્મુ કાશ્મીરના રાજોરી જિલ્લામાં પીએમ મોદીએ જવાનો સાથે દિવાળી ઉજવી હતી. આ વખતે પીએમ મોદી ચીન અને પાકિસ્તાન સાથે સરહદ પર ચાલી રહેલા તણાવ વચ્ચે જવાનો સાથે સમય વિતાવશે તેમનો જુસ્સો વધારશે.
વડાપ્રધાન મોદી આ વખતે પણ જવાનો સાથે સરહદ પર મનાવશે દિવાળી
એબીપી અસ્મિતા વેબ ટીમ
Updated at:
13 Nov 2020 09:30 PM (IST)
વડાપ્રધાન મોદી દર વર્ષે દિવાળી જવાનો સાથે ઉજવે છે. ગત વર્ષે એલઓસી પાસે જમ્મુ કાશ્મીરના રાજોરી જિલ્લામાં જવાનો સાથે દિવાળી ઉજવી હતી.
- - - - - - - - - Advertisement - - - - - - - - -