પીએમ મોદીએ ટ્વીટ કરીને લખ્યું કે, “દેશવાસીઓને મહાનવમીની હાર્દિક શુભકામનાઓ, નવરાત્રિના આ પાવન અવસરે મા દુર્ગાની નવમી શક્તિ દેવી સિદ્ધિદાત્રીની પૂજા અર્ચના કરાય છે. મા સિદ્ધિદાત્રીના આર્શિવાદથી દરેકને પોતાના કાર્યોમાં સિદ્ધિ પ્રાપ્ત થાય.”
રાષ્ટ્રપતિએ ટ્વિટ કરી કે, “દશેરાની અનેક ગણી શુભેચ્છાઓ. આ પર્વ અધર્મ પર ધર્મ અને અસત્ય પર સત્યના વિજયનું પ્રતીક છે. મારી કામના છે કે હર્ષ અને ઉલ્લાસનો તહેવાર મહામારીના પ્રભાવથી સૌની રક્ષા કરે અને દેશવાસીઓમાં સમૃદ્ધિ અને ખુશીઓ લાવે.
દશેરોના પર્વ પર દેશભરમાં રાવણના પુતળાનું દહન કરવામાં આવે છે પરંતુ કોરોના મહામારીએ તહેવારની ઉજવણી ફિક્કી પાડી દીધી છે. મેળામાં રાવણ દહન જોવા માટે ભેગા થતો લોકો ઘરમાં જ દશેરાની પૂજા કરી રહ્યા છે. ખાસ કરીને દશેરાના પર્વ પર શહેર અને ગામડાઓમાં રાવણની ઉંચા ઉંચા પૂતળા બનાવીને તેનું દહન કરવામાં આવે છે, પરંતુ આ વખતે કોરોનાના કારણે મેળા અને મોટા આયોજનો પર પ્રતિબંધ લગાવાયો છે અને રાવણના પૂતળાની ઉંચાઈમાં પણ ઘટાડો કરવામાં આવ્યો છે.