નવી દિલ્હી: વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ રવિવારે પોતાના બીજા કાર્યકાળમાં પાંચમી વખત રેડિયો કાર્યક્રમ ‘મન કી બાત’ થી દેશને સંબોધ કર્યું, તેઓએ કાર્યક્રમની શરૂઆત કરતા દેશાવાસીઓને દિવાળીની શુભકામનાઓ પાઠવી હતી. પીએમ મોદીએ કહ્યું, “આજે દુનિયાના અનેક દેશોમાં દિવાળીનો તહેવાર ઉજવવામાં આવે છે. જેમાં માત્ર ભારતીય સમુદાય જ નહીં પણ હવે અનેક દેશોની સરકાર, ત્યાંના નાગરિકો દિવાળીનો તહેવાર હર્ષોલ્લાસ સાથે મનાવે છે. ત્યાં એક પ્રકારનો ‘ભારત’ જેવા માહોલ ઊભો કરી દે છે.
પીએમ મોદીએ કહ્યું દુનિયામાં ફેસ્ટિવલ ટુરિઝમનું આકર્ષણ છે. આપણું ભારત કન્ટ્રી ઓફ ફેસ્ટિવલ્સ છે. જેમાં ફેસ્ટિવલ ટૂરિઝમની અપાર સંભાવનાઓ છે. આપણો પ્રયાસ હોવો જોઈએ કે આપણે તહેવારોનો પ્રસાર કરીએ.
- પીએમ મોદીએ કહ્યું, ગત મન કી બાતમાં આપણે નક્કી કર્યું હતું કે આ દિવાળી પર કંઈક અલગ કરીશું. ચાલો, આપણે આ દિવાળી પર નારી શક્તી અને તેની ઉપલબ્ધિઓને સેલિબ્રેટ કરીએ. તથા ભારત લક્ષ્મીનું સન્માન કરીએ.
- 12 નવેમ્બરે દુનિયામાં ગુરુનાનક દેવજીની 550મું પ્રકાશ વર્ષ ઉત્સવ ઉજવવામાં આવશે. ગુરુનાનક દેવજીનો પ્રભાવ ભારતમાં જ નહીં પણ સમગ્ર વિશ્વમાં છે. થોડા દિવસ પહેલા જ લગબગ 85 દેશોના રાજદૂત દિલ્હીથી અમૃતસર ગયા હતા. જ્યાં રાજદુતોએ ગોલ્ડન ટેમ્પલના દર્શન કર્યા. અને શિખ પરંપરા અને સંસ્કૃતિ વિશે પણ જાણવાનો અવસર મળ્યો. તેમાં અનેક રાજદૂતોએ સોશિયલ મીડિયા પર ત્યાંની તસવીરો શેર કરી હતી.
- 31 ઓક્ટોબરે ભારતના લોખંડી પુરુષ સરદાર પટેલની જન્મ જયંતી છે જે દેશની એકતાને સૂત્રમાં બાંધનાર મહાનાયક છે. સરદાર સાહેબની કાર્યશૈલી વિષય વિશે જ્યારે પણ વાંચીએ છે, સાંભળીએ છે ત્યારે આપણને ખબર પડે છે તેમનું પ્લાનિંગ કેટલું જબરજસ્ત હતું.
પીએમ મોદીએ કહ્યું- 31 ઓક્ટોબરે દર વખતની જેમ ફૉર યૂનિટીનું આયોજન કરવામાં આવી રહ્યું છે. જેમાં સમાજના દરેક વર્ગના લોકો સામેલ થાય છે. રન ફોન યૂનિટી આ વાતનું પ્રતિક છે કે આ દેશ એક છે, એક દિશામાં ચાલી રહ્યો છે અનો એક લક્ષ્યને પ્રાપ્ત કરવા માંગે છે. એક લક્ષ્ય-એક ભારત શ્રેષ્ઠ ભારત.
મન કી બાત: PM મોદીએ દેશવાસીઓને આપી દિવાળીની શુભકામનાઓ, કહ્યું- આપણું ભારત તહેવારનો દેશ
abpasmita.in
Updated at:
27 Oct 2019 10:36 AM (IST)
વડાપ્રધાન નરેન્દ્ર મોદી આજે પોતાના બીજા કાર્યકાળમાં પાંચમી વખત રેડિયો કાર્યક્રમ ‘મન કી બાત’ થી દેશને સંબોધી. કાર્યક્રમની શરૂઆત કરતા દેશાવીઓને દિવાળીની શુભકામનાઓ પાઠવી હતી.
- - - - - - - - - Advertisement - - - - - - - - -