નવી દિલ્હી: લોકસભા 2019માં મળેલી પ્રચંડ જીત બાદ બીજી વખત વડાપ્રધાન બન્યા બાદ વડાપ્રધાન નરેન્દ્ર મોદીનો રવિવારે પ્રથમ વખત ‘મન કી બાત’ કાર્યક્રમથી દેશને સંબોધન કર્યું હતું. લાંબા સમય પછી ફરી એક વખત તમારી સૌની વચ્ચે ‘મન કી બાત’, જન કી બાત, જન જન કી બાત, જન ‘મન કી બાત’ કાર્યક્રમની પરંપરા શરૂ કરી રહ્યા છે. ચૂંટણીમાં વ્યસ્તતા ઘણી હતી પરંતુ ‘મન કી બાત’ને ઘણું યાદ કરતો હતો.
પીએમ મોદીએ કહ્યું કે ‘મન કી બાત’ના આ અલ્પવિરામના કારણે જે તેને કેદારનાથની ખાલી ગુફાએ ભરવાની તક આપી. પીએમ મોદીએ કહ્યું ‘મન કી બાત’ માટે જે ચિઠ્ઠીઓ આવે છે. તે એક પ્રકારે મારા માટે પ્રેરણા અને ઉર્જાનું કારણ બની જાય છે. ઘણીવખત મારી વિચાર પ્રક્રિયાને ધાર આપવાનુ કામ તમારા કેટલાક શબ્દો કરી દે છે.


વડાપ્રધાન મોદીએ કહ્યું “જ્યારે દેશમાં કટોકટી લગાડવામાં આવી ત્યારે તેનો વિરોધ માત્ર રાજનીતિ પૂરતો સિમિત નહતો. જન-જનના દિલમાં આક્રોશ હતો. લોકતંત્રના અધિકારોની શું મજા છે જ્યારે ખબર પડે છે કે તેને કોઈ ઝુંટવી રહ્યું છે. કટોકટીના સમયમાં દેશના દરેક નાગરિક અનુભવી રહ્યો હતો કે તેનું કંઈક ઝુંટવાય ગયું છે. આ ચૂંટણીમાં લોકશાહીને મજબૂત કરવા માટે 61 કરોડથી વધુ લોકોએ મતદાન કર્યું. ચીનને છોડીએ તો ભારતમાં વિશ્વના કોઈ પણ દેશની વસ્તીથી વધુ લોકોએ મતદાન કર્યું. આ આપણી વિશાળતા અને વ્યાપકતાનો પરિચય કરાવે છે. ”

પીએમ મોદીએ જળ સંકટને લઈને સામુહિક ભાગીદારીની અપીલ કરી. તેઓએ કહ્યું કે સામુહિક પ્રયાસોથી મોટા સકારાત્મક પરિણામ પ્રાપ્ત કરી શકાય છે. સમગ્ર દેશમાં જળ સંકટના નિવારણ માટે કોઈ એક જ ફોર્મૂલા નથી. તેના માટે દેશના અલગ અલગ ભાગમાં અલગ અલગ પ્રયાસો કરવામાં આવી રહ્યાં છે. પરંતુ સૌનું લક્ષ્ય એક જ છે કે પાણી બચાવવાનું, જળ સંરક્ષણ. જ્યારે બધા એકજૂટ થઈને મજબૂતીથી પ્રયાસો કરશે તો અસંભવને પણ સંભવ બનાવી શકે છે. જ્યારે જન જન જોડાશે, ત્યારે જળ બચશે.

ઉલ્લેખનીય છે કે લોકસભા ચૂંટણી પહેલા પીએમ મોદીએ માર્ચ અને એપ્રિલ માટે આ કાર્યક્રમને થોડા સમય માટે બંધ કરવામાં આવ્યો હતો. પોતાના પ્રથમ કાર્યકાળમાં 2014-2019માં વડાપ્રધાને પોતાના રેડિયો કાર્યક્રમના માધ્યમથી દેશને 53 વખત સંબોધન કર્યું હતું. ‘મન કી બાત’ નો પ્રથમ કાર્યક્રમ 2014માં વિજયાદશમીના અવસર પર પ્રસારણ કરવામાં આવ્યો હતો. જ્યારે પીએમ મોદીએ 24 ફેબ્રુઆરીએ છેલ્લી વખત મન કી બાત કરી હતી.

કાશ્મીર પર રામ માધવનું મોટું નિવેદન- કોઇ પણ સંજોગોમાં કલમ-370 ખત્મ થશે

મધ્યપ્રદેશ: સરકારી અધિકારીને બેટથી મારનાર આરોપી ધારાસભ્ય આકાશ વિજયવર્ગીયને મળ્યા જામીન

હાઈપ્રોફાઈલ રેવ પાર્ટીમાં અભિનેત્રીઓ યુવકો સાથે વાંધાજનક સ્થિતિમાં બેસી હતી ને પોલીસ ત્રાટકી પછી શું થયું? જાણો વિગત