ભોપાલ: મધ્યપ્રદેશની રાજનીતિમાં જબરદસ્ત ડ્રામા ચાલી રહ્યો છે અને રાજકીય ઉથલપાથલ વધુ તેજ બની ગઈ છે. કોંગ્રેસના વરિષ્ઠ નેતા જ્યોતિરાદિત્ય સિંધિયા સહિત 27 સમર્થક ધારાસભ્યોના મોબાઈલ ફોન અચાનક સ્વિચ ઓફ આવતાં મુખ્યમંત્રી કમલનાથ ચિંતામા મુકાઈ ગયા છે. જોકે આજે આ ડ્રામા વચ્ચે જ્યોતિરાદિત્ય સિંઘિયા રાજીનામું આપશે.


મહત્વની વાત છે કે, પાર્ટીથી નારાજ નેતા જ્યોતિરાદિત્ય સિંધિયાએ દિલ્હીમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી સાથે મુલાકાત કરી હતી તેવું મીડિયા રિપોર્ટ્સ દ્વારા જાણવા મળ્યું હતું. મીડિયા રિપોર્ટ્સ પ્રમાણે, સિંધિયાએ પીએમ મોદી સાથે મુલાકાત કરી હતી.

મધ્ય પ્રદેશમાં રાજકીય સંકટ ઉભુ થયું છે. કમલનાથ સરકારના 6 મંત્રીઓ સહિત 17 ધારાસભ્યો બળવાખોરી કરીને બેંગલુરૂ પહોંચી ગયા છે. બે મંત્રીઓ પહેલાથી જ ત્યાં હાજર હતા. આ ધારાસભ્યોને ત્રણ ચાર્ટર પ્લેનની મદદથી દિલ્હીથી બેંગલુરૂ લઈ જવામાં આવ્યા છે. આ તમામ મંત્રીઓ અને ધારાસભ્યો આશરે 3.30 વાગ્યે બેંગલુરૂ એરપોર્ટ પર ઉતર્યા હતા. આ તમામ મંત્રીઓ જ્યોતિરાદિત્ય સિંઘિયા ગ્રુપના હોવાનું માનવામાં આવી રહ્યું છે.

સુત્રો પ્રમાણે, જે 17 ધારાસભ્યો ચાર્ટર પ્લેનની મદદથી દિલ્હીથી બેંગલુરૂ પહોંચ્યા છે તેમના નામ છે. રાજવર્ધન સિંહ, ઓપીએસ ભદોરિયા,ગિરિરાજ દંતોડિયા, બિજેંદ્ર યાવદ,જસપાલ જજ્જી,રણવીર જાટવ,કમલેશ જાટવ,જસવંત જાટવ,રક્ષા સિરોનિયા,મુન્ના લાલ ગોયલ,સુરેશ ધાકડ,રધુરાજ કસાના,હરદીપ સિંહ ડંગ