નવી દિલ્હીઃ વડાપ્રધાન મોદી સોશિયલ મીડિયા પર છવાયેલા છે. હવે ઇન્સ્ટાગ્રામ પર તેના ફોલોઅર્સની સંખ્યા 3 કરોડને પાર કરી ગઈ છે. તેઓ વિશ્વમાં સૌથી વધારે ફોલોઅર્સ ધરાવતા નેતામાં ટોચ પર પહોંચી ગયા છે.


ઈન્સ્ટાગ્રામ પર સૌથી વધારે ફોલોઅર્સ ધરાવતા રાજનેતામાં મોદી બાદ ઈન્ડોનેશિયાના રાષ્ટ્રપતિ જોકે વિડોડો છે. તેમના 2.56 કરોડ ફોલોઅર્સ છે. અમેરિકાના પૂર્વ રાષ્ટ્રપતિ બરાક ઓબામા 2.48 કરોડ તથા વર્તમાન યુએસ પ્રેસિડેન્ટ ડોનાલ્ડ ટ્રમ્પ 1.49 કરોડ ફોલોઅર્સ ધરાવે છે.

વડાપ્રધાન નરેન્દ્ર મોદી સોશિયલ મીડિયા પર ઘણા સક્રિય રહે છે અને ઘણા લોકો તેમને ફોલો પણ કરે છે. ઈન્સ્ટાગ્રામ ઉપરાંત ટ્વિટર મોદીના 50 મિલિયનથી વધુ ફોલોઅર્સ છે. જ્યારે ફેસબુક પર આ સંખ્યા 44 મિલિયન છે.


જૂનાગઢ, અમરેલીના વાતાવરણમાં આવ્યો પલટો, વરસાદથી ખેડૂતોની વધી ચિંતા

આ ક્રિકેટરે પહેરી 50 તોલા સોનાની ચેઇન, લોકોને યાદ આવ્યો ‘વાસ્તવ’નો સંજય દત્ત