રાજસ્થાનમાં 4.5ની તીવ્રતાના ભૂકંપના આંચકા અનુભવાયા
એબીપી અસ્મિતા વેબ ટીમ | 13 Oct 2019 04:04 PM (IST)
ભૂકંપની તિવ્રતા રિક્ટર સ્કેલ પર 4.5 માપવામાં આવી છે. ભૂકંપના આંચકા અનુભવાતા લોકો ઘરની બહાર દોડી આવ્યા હતા.
જયપુર: રાજસ્થાનના બિકાનેર અને તેની આસપાસના વિસ્તારોમાં રવિવારે ભૂકંપના આંચકા અનુભવાયા હતા. ભૂકંપની તિવ્રતા રિક્ટર સ્કેલ પર 4.5 માપવામાં આવી છે. ભૂકંપના આંચકા અનુભવાતા લોકો ઘરની બહાર દોડી આવ્યા હતા. ભૂકંપનું કેન્દ્ર બિંદુ જમીનથી 10 કિલોમીટર નીચે બતાવવામાં આવી રહ્યું છે. રાજસ્થાનના બિકાનેર સહિત આસપાસના વિસ્તારોમાં ભૂંકપના આંચકા અનુભવાયા છે. હાલ કોઇ જાનહાની નથી થઈ. બિકાનેર સહિતના ઘણા વિસ્તારોમાં ભૂકંપના આંચકા અનુભવાયા હતા. ભૂકંપ પછી, લોકોએ તેમના નજીકના અને લોકોને ફોન કરીને ખબર-અંતર પૂછ્યા હતા. પ્રશાસને લોકોને અફવાઓને અવગણવા જણાવ્યું છે. ગયા મહિને જ રાજસ્થાનના ઝુનઝુનુ જિલ્લામાં ભૂકંપના આંચકા અનુભવાયા હતા, જેની તીવ્રતા 8.8 હતી.