નવી દિલ્હી: વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ એકવાર ફરી પોતાને ચોકીદાર ગણાવતા ટ્વિટ કર્યું છે કે માત્ર હું જ નહીં પણ દેશના તમામ નાગરિક ચોકીદાર છે. તેઓએ કહ્યું કે તમારો ચોકીદાર દેશની સેવા કરી રહ્યો છે. દેશની પ્રગતિ માટે જે પણ વ્યક્તિ મહેનત કરી રહ્યો છે તે ચોકીદાર છે.


ઉલ્લેખનીય છે થોડાક મહિના પહેલા પીએમ મોદીએ દેશની જનતાનો સંબોધિત કરતા પોતાને ચોકીદાર ગણાવ્યા હતા. મોદીના આ નિવેદન બાદ કૉંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધીએ તેમના પર રાફેલ ડીલને લઈને ટિપ્પણી કરી હતી. એટલુંજ નહીં રાહુલ ગાંધીએ રાફેલ મુદ્દે ભ્રષ્ટાચારના આરોપ લગાવતા રેલીઓમાં ચોકીદાર ચોર જેવા નારા લગાવ્યા હતા. હવે નરેન્દ્ર મોદીએ તેના જવાબમાં ટ્વિટ કરી કહ્યું કે ભ્રષ્ટાચાર વિરુદ્ધ લડાઈ ચાલુ રહેશે અને આ અભિયાનમાં સામેલ દેશનો હર એક નાગરિક ચોકીદાર છે.

ભાજપે શેર કર્યો PM મોદીનો 27 વર્ષ જૂનો વીડિયો, લખ્યું- ‘શેરો કે તેવર નહીં બદલતે...’

પોતાના ટ્વિટર હેન્ડલ પરથી ટ્વિટ કરતા પીએમ મોદીએ કહ્યું “દેશનો હર વ્યક્તિ જે ભ્રષ્ટાચાર, ગંદગી અને સામાજિક બૂરાઈઓ સામે લડી રહ્યો છે તે ચોકીદાર ચોર છે. દેશને આગળ વધારવા માટે જે પણ વ્યક્તિ સખ્ત પરિશ્રમ કરી રહ્યો છે તે ચોકીદાર છે. હું એકલો નથી. ”


પીએમ મોદીએ પોતાના ટ્વિટમાં કહ્યું “આજે દેશનો તમામ નાગરિક કહી રહ્યો છે કે હું પણ ચોકીદાર છું. મોદીએ એક હેશટેગનો પણ ઉપયોગ કર્યો છે. જેમાં લખ્યું કે #MainBhiChowkidar.” ટ્વિટ સાથે પીએમ મોદીએ એક વીડિયો પણ શેર કર્યો છે.