નવી દિલ્હી: પીએમ મોદી ચાર દેશોની યાત્રાએ રવાના થઈ ગયા છે અને મોઝામ્બિક પહોંચી પણ ગયા છે. મોદી મોઝામ્બિક, કેન્યા, તંઝાનિયા અને દક્ષિણ આફ્રિકાના પ્રવાસે છે અને તે 11 જુલાઈએ ભારત પાછા ફરશે. પોતાના 5 દિવસીય યાત્રામાં મોદી આફ્રિકન દેશોની સાથે દ્રપક્ષિય સંબંધો મજબૂત કરતા તેની સાથે દેશમાં મોંઘી બનેલી દાળના સંકટ પર આ દેશોના મારફતે ઉકેલ લાવવાની કોશિશ કરશે. કહેવામાં આવી રહ્યું છે કે, મોદી પોતાના પ્રવાસમાં મોઝામ્બિકની સિવાય બીજા આફ્રિકન દેશોમાંથી પણ દાળોનું ઉત્પાદન વધારવાની માંગ કરી શકે છે. 1. બપોરે 1 વાગેથી 1.15 વાગ્યા સુધી મોદીનું સ્વાગત કરવામાં આવશે. 2. તેના પછી બપોરે 1.15 વાગ્યાથી 1.45 વાગ્યા સુધી મોદીની મુલાકાત મોઝામ્બિકના રાષ્ટ્રપતિ ફિલિપ ન્યુસી સાથે મુલાકાત કરશે. 3. બપોરે 1.45 વાગ્યાથી બપોરે 2.45 સુધી પ્રતિનિધિ સ્તરની બેઠક થશે. 4. બપોરે 2.45 વાગ્યાથી બપોરે 3 વાગ્યા સુધી સમજૂતી કરારો ઉપર હસ્તાક્ષર કરવામાં આવશે. 5. બપોરે 3 વાગે સંયુક્ત નિવેદન જાહેર કરવામાં આવશે. 6. ફરી બપોરે 3.30 વાગ્યાથી 4.15 વાગ્યા સુધી મોદી મોઝામ્બિકના રાષ્ટ્રપતિ તરફથી મળેલા ભોજન નિમંત્રણમાં ભાગ લેશે. 7. 4.50 વાગ્યાથી 5.55 વાગ્યા સુધી મોદીના મોઝમ્બિકની સંસદમાં સ્વાગત અને પરિચય કાર્યક્રમ યોજાશે. 8. 5.55 વાગ્યાથી મોદીની મુલાકાત નેશનલ એસેમ્બલીના પ્રેસિડેંટ વેરોનિકા મકામો સાથે થશે. 9. 6.25 વાગ્યાથી મોદી નેશનલ એસેમ્બલીમાં વિજિટર બુક ઉપર પ્રતિક્રિયા આપશે. 10. સાંજે 7.20 વાગ્યાથી મોદી સીઆઈટીડી જશે અને ત્યાં વિદ્યાર્થીઓ સાથે મુલાકાત કરશે. 11. 9 વાગ્યાથી મોદી મોઝામ્બિકમાં ભારતીય સમુદાયના લોકો સાથે કરશે મુલાકાત 12. 9.50 વાગ્યાથી મોદી માપુટોથી પ્રિટોરિયા જવા રવાના થશે. 13. 10.55 વાગ્યાથી મોદી પ્રિટોરિયાના હવાઈ મથકે પહોંચશે.