રાજસ્થાન: રાજસ્થાનના ભીલવાડાથી ભીમ રસ્તા પર માવલા પાસે ટ્રક અને ટ્રેક્ટર વચ્ચે ભયાનક અકસ્માત સર્જાતા 13 લોકોના મોત થયા છે. જ્યારે 40 લોકો ઘાયલ થયા છે. જેમાંથી 7 લોકોની હાલત અત્યંત ગંભીર બતાવવામાં આવી રહી છે. જેમાંથી 4ને વધુ સારવાર માટે અજમેર ખસેડવામાં આવ્યા છે.
સૂત્રો પાસેથી મળતી માહિતી પ્રમાણે, ભીલવાડાના બાજુંદા ગામ પાસે એક ટ્રક અને ટ્રેલર વચ્ચે અકસ્માત સર્જાયો હતો... આ અકસ્માતમાં 9 લોકોના ઘટના સ્થળે જ મોત નિપજ્યા હતા. ત્યાર બાદ બાકીના ઇજાગ્રસ્તોને સારવાર અર્થે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા. જેમાંથી 4 લોકોને સારવાર દરમિયાન મોત નિપજ્યું હતું. જ્યારે બાકીના 40 લોકોની સારવાર ચાલી રહી છે. પોલીસ અને જિલ્લાના કલેક્ટરે ઘટના સ્થળે પહોંચીને આ ભયાનક અક્સમાતની તપાસ કરી હતી પોલીસ આ ઘટનામાં વધુ તપાસ ચલાવી રહી છે.