સાંઇ સમાધિના 100 વર્ષ પૂરા, PM મોદીએ શિરડી મંદિરમાં કરી વિશેષ પૂજા
abpasmita.in
Updated at:
19 Oct 2018 11:32 AM (IST)
શિરડીઃ શિરડીના સાંઇ બાબાના સમાધિ લીધાના આજે 100 વર્ષ પૂરા થઇ રહ્યા છે. આ અવસર પર શિરડીમાં મોટા કાર્યક્રમનું આયોજન કરવામાં આવી રહ્યું છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદી આ કાર્યક્રમમાં ભાગ લેવા માટે શિરડીના સાંઇ મંદિર પહોચ્યા હતા. વડાપ્રધાન મોદીએ અહીં સાંઇની વિશેષ પૂજા કરી હતી. આ દરમિયાન મહારાષ્ટ્રના મુખ્યમંત્રી દેવેન્દ્ર ફડણવીસ અને રાજ્યપાલ વિદ્યાસાગર રાવ પણ હાજર રહ્યા હતા.
- - - - - - - - - Advertisement - - - - - - - - -