નવી દિલ્લી: કર્ણાટકમાં વિધાનસભા ચૂંટણીની તારીખ નજીક આવી રહી છે ત્યારે રાજ્યમાં દરેક પાર્ટીઓ ચૂંટણી જીતવા એડીચોટીનું જોર લગાવી રહી છે. આજથી કર્ણાટકના ચૂંટણી રણમાં પ્રધાનમંત્રી નરેંદ્ર મોદી પણ ઝંપલાવશે.

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આજથી ચૂંટણી અભિયાનનો પ્રારંભ કરશે. કોંગ્રેસને રાજ્યની સત્તા પરથી દૂર કરવા અને ભાજપની સરકાર રચવા મજબૂત પ્રયત્નો કરશે. પ્રધાનમંત્રી નરેંદ્ર મોદી આજે ત્રણ ચૂંટણીસભાઓનો સંબોધન કરશે.

વડાપ્રધાન નરેન્દ્ર મોદી આજરોજ ચામરાજનગર જિલ્લાના સાંથેમરહલ્લી અને બેલગાવીના ઉડ્ડપી અને ચિક્કોડીમાં ચૂંટણી રેલીઓને સંબોધન કરશે. ઉડ્ડપી રેલી પહેલા વડાપ્રધાન નરેન્દ્ર મોદી કૃષ્ણ મઠની મુલાકાત લેશે અને મઠાચાર્ય સાથે મુલાકાત કરશે. ઉલ્લેખનીય છે કે કર્ણાટક વિધાનસભાની ચૂંટણી 12 મેના રોજ યોજાશે જ્યારે 15 મેના રોજ પરિણામ જાહેર કરવામાં આવશે.કર્ણાટકમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી 5 દિસમાં 15 ચૂંટણીસભાઓને સંબોધન કરશે.