પટના: બિહારમાં ચમકી તાવના કારણે થઈ રહેલા બાળકોના મોત પર વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ પ્રથમ વખત નિવેદન આપ્યું છે. પીએમ મોદીએ કહ્યું ચમકીના કારણે બાળકોના મોત આપણા માટે દુખદ છે અને આ મામલે બિહાર સરકાર સાથે હું સતત સંપર્કમાં છું. પીએમ મોદીએ રાજ્યસભામાં સંબોધન દરમિયાન કહ્યું, “આધુનિક યુગમાં આ આપણી સૌથી મોટી નિષ્ફળતા છે. તેને ગંભીરતાથી લેવું પડશે. આવી સમસ્યા સામે એકજૂટ થઈને કામ લેવું પડશે.”


ઉલ્લેખનીય છે કે, બિહારમાં ચમકી તાવના કારણે અત્યાર સુધી 150 થી વધુ બાળકોના મોત નીપજ્યા છે. બાળકોના મોત પર બિહારના મુખ્યમંત્રી નીતિશ કુમાર તરફથી અત્યાર સુધી કોઈ જ પ્રતિક્રિયા આપવામાં આવી નથી. વિપક્ષ આ મામલે સતત પીએમ મોદી અને નીતિશ કુમારના મૌન પર સવાલ ઉઠાવી રહ્યાં હતા. જ્યારે કેન્દ્રથી લઈને રાજ્ય સરકારના મંત્રી સવાલો અને જવાબદારીઓની બચતા નજર આવી રહ્યાં હતા.

ચિમકી તાવ પર સુપ્રીમ કોર્ટ કડક, કેન્દ્ર-બિહાર સરકાર પાસે 7 દિવસમાં માંગ્યો જવાબ, કહ્યું- સરકાર આ રીતે નથી ચાલતી

એક્યૂટ ઇંસેફેલાટિસ સિંડ્રોમની સતત થઈ રહેલા બાળકોના મોત બાદ બિહારના સ્વાસ્થ્ય વ્યવસ્થાની પોલ ખુલી ગઈ છે. હોસ્પિટલોમાં ડૉક્ટરોની અછત છે અને સાથે જ દવાઓની પણ અછત પણ સામે આવી છે.

ઇમર્જન્સીને યાદ કરીને પીએમ મોદીએ લોકસભામાં કોંગ્રેસ પર કર્યા આકરા પ્રહારો, જુઓ વીડિયો